રેલ્વે પાટા નજીકથી પતંગ ચગાવવા કે રોકવાની કોશિશ કરવી નહીં : 25,000 વોલ્ટના જીવતા વાયરને અડતા જીવતા ભુંજાઈ જવાની શક્યતા
Vadodara : વડોદરા વિભાગના રેલ્વે ડિવિઝનના સુરત, વડોદરા, ગેરતપુર, ગોધરા, આણંદ, વિશ્વામિત્રી, એકતાનગર, ભરૂચ, દહેજ, ડભોઇ, અલીરાજપુર, જોબાટ નડિયાદ, મોડાસા તથા ખંભાત રેલ્વે લાઈન ઉપર 25000 વોલ્ટના ચાલું-જીવતા ઇલેક્ટ્રીક વાયર લગા લગાવેલા હોવાથી જો આ તારમાં ફસાયેલા પતંગ-દોરા કાઢવાની કોશિશ કરવામાં આવશે તો તેમ કરતા માનવ જિંદગીનું જોખમ રહેલું છે, તેમજ પતંગો અને દોરા કાઢવાની કોશિશ કરવાથી 25000 વોલ્ટનો તાર પણ તૂટી શકે છે અને રેલ્વે વ્યવહાર ખોવાઈ જવાની શક્યતા નકારી શકાતી નથી.
એવું પણ જાણવા મળ્યું છે કે કેટલાય દોરા ઉપર ધાતુનો પાવડર માંજા રૂપે ચડાવવામાં આવે છે આનાથી પતંગ ઉડતો હોય ત્યારે પણ આવો મેટાલિક દોરો જો 25000 વોલ્ટના ચાલુ તારને અડતા પણ ઈલેક્ટ્રીક કરંટ (શોક) લાગતા જ માણસ જીવતો ભુંજાઈને તેનું મૃત્યુ થઈ શકે છે. પરિણામે રેલ્વે લાઈનની નજીક પતંગ ઉડાડવા નહીં કે વીજ વાયર પર ફસાયેલ પતંગ-દોરા કાઢવાની કોશિશ કરવી નહીં આ પ્રકારની પ્રવૃત્તિથી માનવ જિંદગીને ખતરો રહેલો છે. આ અંગે લોકજાગૃતિ જરૂરી છે.