જામનગરની ભાગોળે હાઇવે રોડ પર 2025 ના નવા વર્ષને આવકારવા માટે ઠેર-ઠેર રંગારંગ કાર્યક્રમો યોજાયા
31st December Jamnagar : સમગ્ર દેશ દુનિયાની સાથે સાથે જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં પણ વર્ષ 2025ને આવકારવા માટે રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા, અને જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર આવેલા જુદા-જુદા ખાનગી પાર્ટી પ્લોટ, હાઈવે રેસ્ટોરન્ટ સહિતના સ્થળો પર નાચગાન સાથેના ભવ્ય રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા.
જામનગરના અનેક યુવા-યુવતીઓ ન્યૂ યર પાર્ટીના કાર્યક્રમમાં જોડાયા હતા, અને નાચ-ગાન, ધમાલ મસ્તી સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. અનેક સ્થળોએ ડીજેના તાલે અને ભવ્ય લાઇટિંગ ઈફેક્ટ સાથે યોજાયેલા કાર્યક્રમમાં યુવાઓ મન મૂકીને ઝુમી ઉઠ્યા હતા, તેમજ ભવ્ય આતશબાજી સાથે વર્ષ 2025 ને વેલકમ કર્યું હતું.