Get The App

સુરતીઓ દિવાળી વેકેશનની રજા ભોગવવાના મુડમાં : દિવસે રસ્તા સુમસામ તો રાત્રીના હોટલ-રેસ્ટોરન્ટ હાઉસ ફુલ

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
સુરતીઓ દિવાળી વેકેશનની રજા ભોગવવાના મુડમાં : દિવસે રસ્તા સુમસામ તો રાત્રીના હોટલ-રેસ્ટોરન્ટ હાઉસ ફુલ 1 - image

image : Socialmedia

Surat : દિવાળીની પાંચ દિવસની રજા બાદ પણ સુરતના લોકો વેકેશનની રજા ભોગવવાના મુડમાં જ દેખાઈ રહ્યાં છે. લોકોના મુડની અસર સીધી જાહેર રસ્તા પર દેખાઈ રહી છે. મોજીલા સુરતીઓની ખાસીયતના કારણે દિવસે રસ્તા પર વાહનો ગાયબ દેખાતા રસ્તા સુમસામ દેખાઈ રહ્યા છે જ્યારે રાત્રીના સમયે હોટલ-રેસ્ટોરન્ટ હાઉસ જોવા મળી રહ્યાં છે. 

લાભ પાંચમ થઈ ગઈ હોવા છતાં હજી પણ સુરતીઓમાં દિવાળીની રજાનો હેંગ ઓવર ઉતર્યો ન હોય તેમ લોકો પણ ફુલ વેકેશનના મૂડમાં જોવા મળી રહ્યાં છે. સુરતીઓ હજી પણ વેકેશનના મુડમાં હોવાથી સુરતમાં લાભ પાંચમ બાદ પણ અનેક દુકાનો બંધ જોવા મળી રહી છે. અનેક લોકોએ આજે મુર્હુત કરીને દુકાનો બંધ કરી દીધી હતી. જોકે, સુરત શહેરમાં ખાણીપીણીની દુકાનો-રેસ્ટોરન્ટ એક દિવસ પણ બંધ જોવા મળી નથી,. હાલમાં લોકો દિવાળી વેકેશનના મૂડમાં હોવાથી અનેક પરિવારો એવા છે કે જેઓ મોડે સુધી આરામ ફરમાવી રહ્યાં છે અને દિવસે ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે. જેના કારણે સુરતા રસ્તાઓ દિવસ દરમિયાન સુમસામ જોવા મળી રહ્યા છે. 

હજી પણ દિવાળીની રજાનો ક્રેઝ લોકોમાં યથાવત રહેતા દિવસ દરમિયાન લોકો ઘરની બહાર નીકળતા નથી : રાત્રે ફ્રેન્ડ-ફેમિલી સાથે પાર્ટીનો દૌર થઈ રહ્યો છે. રાત્રે મોજીલા સુરતીઓ કેન્દ્રને ફેમીલી સાથે બહાર ખાણી-પીણી માટે નિકળી પડે છે. જેના કારણે સુરતની મોટાભાગની રેસ્ટોરન્ટ અને હોટલોમાં રાત્રીના સમયે ભારે ભીડ દેખાઈ રહી છે. હોટલ અને રેસ્ટોરન્ટ હાઉસફુલ હોવાના કારણે ખાણી-પીણીના ધંધા સાથે સંકળાયેલાઓને તડાકો પડી રહ્યો છે. દિવાળી બાદ પણ સુરતીઓમાં પાર્ટીનો દૌર યથાવત રહેતા દિવસ અને રાત્રીના રોડ પરના દ્રશ્યો વિરોધાભાષી જોવા મળી રહ્યાં છે.


Google NewsGoogle News