Get The App

સરકારી કર્મચારીઓ દિવાળીની ચિંતા ના કરશો! પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાની જાહેરાત

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
સરકારી કર્મચારીઓ દિવાળીની ચિંતા ના કરશો! પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાની જાહેરાત 1 - image


Advance Salary anad Pension: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બજાર લોકોની ભીડથી ઉમટી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના ચહેરા પર ખુશી લાવી દે એવી મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખતાં કર્મચારીઓને  મળતા માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની  રકમની ચુકવણી એડવાન્સમાં કરાશે. 

આ પણ વાંચો: કેન્દ્ર સરકારનું મોટું એલાન, DA 3% વધારી કર્મચારીઓને આપી દિવાળીની ભેટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની 23 થી 25 તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચુકવણું કરવામાં આવશે.

વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.


Google NewsGoogle News