વેસુ વિસ્તારમાં માતા સાથેના ઘરકંકાશમાં : સાવકા પિતા અને તેના મિત્ર દ્વારા અર્ધનગ્ન હાલતમાં ડિવોર્સી પુત્રી સાથે બિભત્સ હરકત

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
વેસુ વિસ્તારમાં માતા સાથેના ઘરકંકાશમાં : સાવકા પિતા અને તેના મિત્ર દ્વારા અર્ધનગ્ન હાલતમાં ડિવોર્સી પુત્રી સાથે બિભત્સ હરકત 1 - image




- પતિનું એટેકમાં મૃત્યુ થતા મહિલાએ બીજા લગ્ન કરી ડિવોર્સી પુત્રી સાથે સાસરે ગઇ હતીઃ પતિ સાથે મનમેળ ન હોવાથી કંકાશ ચાલે છે


સુરત

વેસુ વિસ્તારમાં પતિના મૃત્યુ બાદ બીજા લગ્ન કરનાર આધેડ મહિલા અને પતિ સાથે ચાલી રહેલા ઘરકંકાશ અંતર્ગત પતિ અને તેના મિત્રએ મહિલાની ડિવોર્સી પુત્રીની સામે અર્ધનગ્ન અવસ્થામાં બિભત્સ હરકત કરતા મામલો વેસુ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. જયારે મહિના અગાઉ મહિલાએ પતિ અને સાસુ સહિત ત્રણ વિરૂધ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
વેસુ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય નિષ્ઠા (નામ બદલ્યું છે) ના છૂટાછેડા થયા બાદ હાલમાં તેની માતા અને સાવકા પિતા સહિતના પરિવારમાં રહે છે. નિષ્ઠાના પિતાનું હાર્ટ એટેકમાં મૃત્યુ થતા તેની 54 વર્ષીય માતા મંજુલા (નામ બદલ્યું છે) એ અંકલેશ્વરમાં કલરનો ધંધો કરતા અતુલ કૌશિક શુકલ સાથે સામાજીક રીતરિવાજો મુજબ બીજા લગ્ન કર્યા હતા. બે દિવસ સાવકા પિતા અતુલનો મિત્ર ભરત ટાંક (ઉ.વ. 42 રહે. અમદાવાદ) બેગમાં સામાન ભરીને રહેવા આવ્યો હતો. સાવકા પિતા સાથે માથાકૂટ હોવાથી નિષ્ઠાએ ભરતને ઘરમાં પ્રવેશતા અટકાવ્યો હતો પરંતુ ઝઘડો કરી ઘરમાં ઘૂસી ગયો હતો અને તને તથા તારી માતાને ઘરમાંથી કાઢીને જ રહીશું એવું કહ્યું હતું. દરમિયાનમાં રાતે 9.30 વાગ્યાના અરસામાં માતા મંજુલા પહેલા માળે બેડરૂમમાં હતી અને નિષ્ઠા ડ્રોઇંગ રૂમમાં હતી ત્યારે સાવકા પિતા અને તેમનો મિત્ર ભરત અર્ધનગ્ન હાલતમાં રૂમની બહાર આવી નિષ્ઠા તરફ જોય અશ્લીલ હરકત કર્યા બાદ પોતાના રૂમમાં ચાલ્યા ગયા હતા. જેથી નિષ્ઠાએ કંટ્રોલ રૂમમાં ફોન કરતા વેસુ પોલીસ દોડી ગઇ હતી. જેથી ભરતે જે તે વખતે માફી માંગી લઇ ત્યાંથી ચાલ્યો ગયો હતો. જો કે સાવકા પિતા અને તેમના મિત્રની બિભત્સ હરકત અંગે ગત રોજ નિષ્ઠાએ વેસુ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી મંજુલા અને અતુલ વચ્ચે ઘરકંકાશ ચાલી રહ્યો છે. ગત ભાઇબીજે મંજુલા પિયરમાં ગઇ ત્યારે પતિ અતુલે તેનો સામાન પિયરમાં મોકલી આપ્યો હતો. જો કે મંજુલા પિયરમાંથી તુરંત જ દોડી આવી હતી અને વેસુ પોલીસની મદદથી ઘરમાં પ્રવેશી ત્યારે દારૂની બોટલ મળતા અતુલ વિરૂધ્ધ પ્રોહિબીશનનો કેસ પણ કર્યો હતો.


Google NewsGoogle News