અડાજણના સાંઇલીલા ઇન્વેસ્ટમેન્ટના ભાગીદારોની ઉલાળ્યો: શેરબજારમાં માસિક ડિવિડન્ડ, વર્ષમાં રકમ ડબલની લાલચે રૂ. 2.35 કરોડની છેતરપિંડી

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
અડાજણના સાંઇલીલા ઇન્વેસ્ટમેન્ટના ભાગીદારોની ઉલાળ્યો: શેરબજારમાં માસિક ડિવિડન્ડ, વર્ષમાં રકમ ડબલની લાલચે રૂ. 2.35 કરોડની છેતરપિંડી 1 - image



- `હું શેરબજારમાં રોકાણ કરી નફો મળે તે આપું છું, રૂપિયા ડૂબશે નહીં અને હું નહીં હોવ તો મારા ભાગીદાર રૂપિયા ચુકવશે` મયુર નાયકે લોકોને ફસાવ્યા

- શરૂઆતમાં સમયસર ડિવિડન્ડ આપ્યું પરંતુ ડિસેમ્બર 2023 માં ભેદી સંજોગોમાં આપઘાત કરી લીધો હતો

સુરત

અડાજણની ગિરીરાજ સોસાયટીમાં સાંઇલીલા ઇન્વેસ્ટમેન્ટ નામે શેરબજારમાં રોકાણના નામે દર મહિને ડિવિડન્ડ અને વર્ષમાં રોકાણની રકમ ડબલની લાલચ આપી રૂ. 2.35 કરોડનું રોકાણ કરાવી રોકાણકારોને શરૂઆતમાં સમયસર ડિવિડન્ડ ચુકવ્યા બાદ ભેદી સંજોગોમાં આપઘાત કરી લેનાર અને તેના ભાગીદાર દંપતી સહિત પાંચ વિરૂધ્ધ અડાજણ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે.

અડાજણના સાંઇલીલા ઇન્વેસ્ટમેન્ટના ભાગીદારોની ઉલાળ્યો: શેરબજારમાં માસિક ડિવિડન્ડ, વર્ષમાં રકમ ડબલની લાલચે રૂ. 2.35 કરોડની છેતરપિંડી 2 - image
શહેરના બેગમપુરા ચોકી શેરીમાં રહેતા નિવૃત્ત વિપુલ મોહન બલેશ્વરીયા (ઉ.વ. 50) એ મકાન વેચાણની ઉપજનું રોકાણ કરવા ભાણેજ જમાઇ મલ્કેશ ભુપેન્દ્ર પચ્છીગર હસ્તક સાંઇલીલા ઇન્વેસ્ટમેન્ટ નામે શેરબજારમાં રોકાણ કરતા મયુર અનીલ નાયક (રહે. ગિરીરાજ સોસાયટી, આનંદ મહલ રોડ, અડાજણ અને મૂળ. કછોલી, નવસારી) નો સંર્પક કર્યો હતો. મયુરે હું શેરબજારમાં રોકાણ કરી જે નફો મળે તે રોકાણકારોને આપું છું, તમારા રૂપિયા કયાંય ડુબશે નહીં, તમારા રોકાણની રકમ ડબલ પણ થઇ જશે અને અમે ચાર ભાગીદાર છે, જો હું નહીં હોવ તો મારા ભાગીદાર આ રૂપિયા ચુકવી આપશે. જેથી લાલચમાં આવી વિપુલ બલેશ્વરીયાએ પ્રથમ રૂ. 3 લાખ અને ત્યાર બાદ ટુકડે-ટુક્ડે ચેકથી રૂ. 15 લાખ અને રોકડેથી રૂ. 3.50 લાખ મળી કુલ રૂ. 18.50 લાખનું રોકાણ કર્યુ હતું. જેની સામે ડિવિડન્ડ પેટે બેંક અને રોકડ મળી કુલ રૂ. 7.92 લાખ ચુકવ્યા હતા. પરંતુ 31 ડિસેમ્બર 2023 ના રોજ મયુર નાયકે કોઇક કારણોસર આપઘાત કરી લીધો હતો અને ડિવિડન્ડ મળતું બંધ થઇ ગયું હતું. આવી જ રીતે મયુર નાયકે વિપુલભાઇના ભાણેજ જમાઇ મલ્કેશ પચ્છીગરના રૂ. 34.50 લાખ મળી કુલ 32 રોકાણકારોને પણ સાંઇલીલા ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરી દર મહિને ડિવિડન્ચ આપવાની અને વર્ષના અંત્તે રકમ ડબલ કરી આપવાની લોભામણી સ્કીમના નામે રૂ. 2.35 કરોડ લઇ ભાગીદારોના એકાઉન્ટમાં ચેક જમા કરાવી બારોબાર ઉપાડી લઇ છેતરપિંડી કરી હતી.

કોના-કોના વિરૂધ્ધ ફરિયાદ નોંધાય ?
સાંઇલીલા ઇન્વેસ્ટમેન્ટના મયુર અનીલ નાયક (મૂળ રહે. કછોલી. તા. ગણદેવી, નવસારી) ઉપરાંત ભાગીદારની ઓળખ આપી રોકાણકારોના ચેક જેમના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા તે મોહન નામદેવ પવાર અને તેની પત્ની રમીલા મોહન પવાર, રાહુલ સુરેશ નન્નોરે (ત્રણેય રહે. ડિઝાઇર વેલી સોસાયટી, છાપરા, નવસારી), વિજય દિનેશ પવાર (રહે. નેહરૂનગર, જૂની પાણીની ટાંકી પાસે, શહીદ ચોક, નવસારી)

આઇ વીલ એસ્યોર યુ ટુ ગીવ બેક યોર પ્રિન્સીપલ એમાઉન્ટનું લખાણ પણ આપ્યું હતું
દર મહિને ડિવિડન્ડ અને વર્ષમાં રોકાણની રકમ ડબલ કરવાની લાલચ આપનાર મયુર નાયકે સાંઇલીલા ઇન્વેસ્ટમેન્ટના લેટરપેડ ઉપર રોકાણકારોને ઇફ ગર્વમેન્ટ એનાઉન્સ ફોર ક્લોઝ સ્ટોક એક્સચેન્જ પરમેન્ટલી, આઇ વીલ એસ્યોર યુ ટુ ગીવ બેક યોર પ્રિન્સીપલ એમાઉન્ટ એવી બાંહેધરી પણ લખી આપી હતી.

કયા-કયા રોકાણકારોએ કેટલા રૂપિયા ગુમાવ્યા ?

અડાજણના સાંઇલીલા ઇન્વેસ્ટમેન્ટના ભાગીદારોની ઉલાળ્યો: શેરબજારમાં માસિક ડિવિડન્ડ, વર્ષમાં રકમ ડબલની લાલચે રૂ. 2.35 કરોડની છેતરપિંડી 3 - image
વિપુલ બલેશ્વરીયા રૂ. 18.50 લાખ, મલ્કેશ ભુપેન્દ્ર પચ્છીગર રૂ. 34.50 લાખ, મીતાલી મલ્કેશ પચ્છીગર રૂ. 9 લાખ, સોનમ હરીશ બલેશ્વરીયા રૂ, 7 લાખ, મિથુન વસાવા રૂ. 3 લાખ, નિતીન પટેલ રૂ. 6.35 લાખ, હિતેશ પટેલ રૂ. 15.50 લાખ, જય પટેલ રૂ. 7.50 લાખ, નિલેશ પટેલ રૂ. 1 લાખ, દિનેશ પટેલ રૂ. 16 લાખ, હિતેશ રામાણી રૂ. 1 લાખ, શૈલેષ સાવલિયા રૂ. 35 હજાર, મીનેશ વસાવા રૂ. 1.50 લાખ, જીગ્નેશ ઝાકરીયા રૂ. 9 લાખ, હિરેન પાનસુરીયા રૂ. 2 લાખ, મુકુંદ રાદડીયા રૂ. 4 લાખ, હેમંત પટેલ રૂ. 1.50 લાખ, સંજીવ રાઠોડ રૂ. 1 લાખ, ચેતન પાલડીયા રૂ. 1 લાખ, રવિન્દ્ર વસાવા રૂ. 1 લાખ, અર્જુન વસાવા રૂ. 1.50 લાખ, રાજુભાઇ કડુ રૂ. 2 લાખ, અવતાર પટેલ રૂ. 1.50 લાખ, રાજેશ પારેખ રૂ. 23 લાખ, મીનલ પંચાલ રૂ. 1 લાખ રણજીત સેનવા રૂ. 2 લાખ, ભાવેશ પંચાલ રૂ. 7 લાખ, કૃણાલ ભયાણી રૂ. 1 લાખ, રેખા રણછોડ પરમાર રૂ. 34.23 લાખ, રાજેશ પરસોત્તમ પરમાર રૂ. 17.50 લાખ, રણછોડ પરસોત્તમ પરમાર રૂ. 1.70 લાખ અને પરિજય ડાહ્યાભાઇ ગજ્જર રૂ. 8.65 લાખ


Google NewsGoogle News