દીવને દાગ: હોટેલમાં સ્પાની આડમાં ચાલતો હતો દેહવ્યાપાર, ગ્રાહકોના વીડિયો બનાવી કરાતો લાખોનો તોડ
Diu Honeytrap: હાલ ઠંડીની રજાઓ માણવા માટે લોકો પ્રવાસન સ્થળે પોતાના જીવવની યાદગાર પળો બનાવવા જતા હોય છે. જોકે, હાલ કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાંથી પ્રવાસીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં દીવના બુચરવાડામાં આવેલી હોટેલ કેશવ લોકોની અંગત પળોને સિક્રેટ કેમેરામાં કેદ કરી તેઓને હનીટ્રેપમાં ફસાવતા હતાં. સમગ્ર મામલે ઘટસ્ફોટ થતાં જાણ થઈ કે, બે યુવક અને એક યુવતી સાથે મળીને હોટેલમાં આવતાં ગ્રાહકોને ફસાવતા હતાં. જેમાં સ્પાની આડમાં રૂમમાં લગાવેલાં સિક્રેટ કેમેરામાં બિભત્સ વીડિયો બનાવી ગ્રાહકોને બ્લેકમેલ કરતાં અને બાદમાં તેમની પાસેથી લાખો રૂપિયા ખંખેરતાં હતાં.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, દીવના બુચરવાડામાં આવેલી કેશવ હોટેલમાં સંજય રાઠોડ નામના શખસે ભાડે લીધી હતી. જેમાં તેણે મલ્તમશ મન્સુરી અને અન્ય એક યુવતી સાથે મળીને સ્પાનો ધંધો શરૂ કર્યો હતો. ત્યારબાદ બંને યુવકો એક્સ્ટ્રા સર્વિસના નામે યુવતી પાસે દેહવ્યાપારનો ધંધો કરાવતા હતાં. જે ગ્રાહકો આ એક્સ્ટ્રા સર્વિસની જાળમાં ફસાઈ જતાં તેમનો વીડિયો હોટેલ રૂમમાં ઇલેક્ટ્રિક બોર્ડમાં સેટ કરેલાં સિક્રેટ કેમેરામાં કેદ કરવામાં આવતો. બાદમાં ગ્રાહકોને આ વીડિયોથી બ્લેકમેલ કરી લાખો રૂપિયા ખંખેરવામાં આવતાં.
આ પણ વાંચોઃ પવનની ગતિ પ્રતિ કલાક પાંચ કિ.મી થતાં વડોદરા ઠંડુગાર બન્યું : હવે ઠંડી વધવાની શક્યતા
સિક્રેટ કેમેરા સહિત વીડિયો-રેકોર્ડિંગ કર્યાં જપ્ત
25 ડિસેમ્બરેના દિવસે વણાકબારા પોલીસને કેશવ હોટેલમાં છેલ્લા છ મહિનાથી દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાની પોલીસને જાણ થઈ હતી. સમગ્ર માહિતી વિશે જાણ થતાં જ પોલીસે આ હોટેલમાં દરોડા પાડ્યા હતાં. જેમાં હોટેલના રૂમ નંબર 203માં ઇલેક્ટ્રિક બોર્ડમાં લગાવેલા સિક્રેટ કેમેરા અને મોબાઇલમાંથી વીડિયો અને રેકોર્ડિંગ કબજે કર્યા હતાં. જેમાં અલગ-અલગ લોકોના બિભત્સ વીડિયો મળી આવ્યા હતાં. આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સિવાય પોલીસ તપાસ કરી રહી છે કે, સમગ્ર મામલે કોઈ અન્ય વ્યક્તિઓ આ લોકોની મદદ માટે સંડોવાયેલા છે કે કેમ?
કોર્ટે 8 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
નોંધનીય છે કે, હનીટ્રેપમાં પકડાયેલા બંને આરોપીને કોર્ટમાં રિમાન્ડ અર્થે 25 ડિસેમ્બરના રોજ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 10 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટ દ્વારા 8 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં બંને આરોપીને અમરેલી જેલ હવાલે કરવામાં આવ્યા છે.
પોલીસે કરી અપીલ
આ વિશે એસપી સચીન યાદવે લોકોને અપીલ કરી છે કે, જે કોઈપણ આ અથવા આવી કોઈપણ હોટેલ કે સ્પા દ્વારા હનીટ્રેપનો ભોગ બન્યા હોય તેઓ વિના સંકોચે અમારો સંપર્ક કરે. અમે તેમની સંપૂર્ણ મદદ કરીશું અને તમામ માહિતીને ગુપ્ત રાખીશું.