નવી રચાયેલી નવ મહા નગરપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરોને કાર્યભાર સોંપાયો
New Municipal Corporations: ગુજરાત સરકારની ગુરૂવારે મળેલી કેબિનેટ બેઠકમાં નવ નવી મહા નગરપાલિકા રચવાની મંજૂરી અપાઈ. આ મહા નગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા તેની વર્તમાન પાંખની અવેજીમાં સંબંધિત જિલ્લા કલેકટરો મહા નગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજો બજાવશે. જો કે, આ વ્યવસ્થા હાલ પૂરતી છે.
આ ઉપરાંત મહેસાણા, નવસારી, નડિયાદ (ખેડા), વાપી (વલસાડ), આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, ગાંધીધામ (કચ્છ)ના જિલ્લા કલેકટરો આ મહા નગરપાલિકાના વહીવટીદાર તરીકે પણ કાર્યભાર સંભાળશે.
નવી 9 મહા નગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂક
ગુજરાતમાં હવે કુલ 17 મહા નગરપાલિકા
રાજ્યમાં આજ સુધી 8 મહા નગરપાલિકા હતી. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર સામેલ છે. પરંતુ રાજ્ય સરકારે 9 નવી મહા નગરપાલિકાને મંજૂરી આપતાં હવે મનપાની સંખ્યા વધીને 17 અને નગરપાલિકાઓની સંખ્યા 149 થઈ ગઈ છે. રાજ્ય સરકારે 9 નગરપાલિકા મહા નગરપાલિકા બનાવી છે. જેમાં મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને મહા નગરપાલિકાનો દરજ્જો અપાયો છે. છેલ્લા ઘણાં સમયથી આ તમામ શહેરના લોકોની માગ હતી, જે હવે પૂર્ણ થઈ છે. જેને લઈને હાલ અહીંના લોકોમાં ખુશીનો માહોલ છે.