દ્વારકા જતા માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા, ભક્તિ-સેવા-સુરક્ષાનો અદભૂત સમન્વય મળ્યો જોવા
Dwarka Padyatra 2025: હોળી-ધૂળેટીના પર્વને લઈને દેવભૂમિ દ્વારકા જગતમંદીરમાં આયોજિત ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરી રહ્યા છે. પદયાત્રીઓની સેવા માટે સેવાભાવીકો દ્વારા કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં ભક્તિ, સેવા, સુરક્ષાનો અદભૂત સમન્વય જોવા મળી રહ્યો છે.
પદયાત્રીઓના કેમ્પમાં જે જગ્યાએ પીવાના પાણીની સુવિધા હોય ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.
અકસ્માતો ન સર્જાય અને લોકો સલામત રહે તે માટે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને આરટીઓ દ્વારા રીફ્લેક્ટર અને લાઈફ જેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
રોડની સાઈડમાં સ્ટેન્ડ ઉભા કરવામાં આવ્યા છે. તેમજ તમામ રસ્તાઓની સાફ સફાઈ અને પ્લાસ્ટિક ઉપાડવાની કામગીરી કરાઈ રહી છે.
લોકોને ગરમીથી રક્ષણ મળી રહે અને લુ ન લાગે તે માટે કેમ્પમાં બેનરો લગાવવામાં આવ્યા છે.
આ કેમ્પમાં ફિઝિયોથેરાપીસ્ટથી લઈને મેડિકલની તમામ સુવિધા રાખવામાં આવી છે. જ્યા પદયાત્રીઓ આરામ કરી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.