માતૃશ્રીની પુણ્યતિથિની સામાજિક સેવા દ્વારા અનોખી રીતે ઉજવણી : બે કૈલાશધામ રથ અને ધાબળા વિતરણ
Vadodara : સાઈનાથ ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલક પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરેએ તેમના માતૃશ્રીની પુણ્યતિથિએ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમ યોજી અનોખી રીતે પરિવારજનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી સાઈનાથ ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ધાર્મિક શૈક્ષણિક અને સમાજ સેવાના વિવિધ કાર્યક્રમો વર્ષ દરમિયાન યોજવામાં આવી રહ્યા છે. તે જ રીતે આ વર્ષે ટ્રસ્ટના સંચાલક રાજેશ આયરેના
માતૃશ્રી સ્વર્ગસ્થ લીલાબેન વસંતરાવ આયેરેના પુણ્યસ્મરણ દિવસે લોકોને અંતિમ સંસ્કાર માટે શબ વાહીની કૈલાશધામ રથનું લોકાર્પણ અને ગંગાસ્વરૂપ વિધવા બહેનોને ધાબળા વિતરણનો કાર્યક્રમ કોર્પોરેટર શ્રીરંગ આયરેના માધ્યમથી કરવામાં આવ્યું હતું. આ તબક્કે વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ, ડો.વિજય શાહ સહિતના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વર્ગસ્થ માતૃશ્રી લીલાબેન વસંતરાવ આયરેના પુણ્યતિથિના દિને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવે છે. આ વર્ષે પણ3000થી વધુ ગંગા સ્વરૂપ વિધવા બહેનોને ધાબળા વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્વર્ગસ્થ માતૃશ્રીના સ્મરણાર્થે બે કૈલાશધામ રથનું લોકાર્પણ પણ રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.