Get The App

શહેરમાં મુખ્ય જંકશન આસપાસ નો-પાર્કિંગ ઝોન વિસ્તારનું અંતર ઘટાડ્યું

Updated: Apr 20th, 2025

GS TEAM


Google News
Google News
શહેરમાં મુખ્ય જંકશન આસપાસ નો-પાર્કિંગ ઝોન વિસ્તારનું અંતર ઘટાડ્યું 1 - image


વડોદરા શહેરના તમામ સર્કલ, ચાર રસ્તા તથા ટ્રાફીક જંકશન આસપાસના 100મીટરના અંતર સુધી લારી-ગલ્લા, પથરા તેમજ તમામ પ્રકારના વાહનો માટે નો-પાર્કિંગ મામલે  100 મીટરમાં જ બીજુ જંક્શન હોય 'નો-પાર્કિંગ' ઝોનનું અમલીકરણ અઘરૂ બનતું હોય જેથી 100 મીટરના સ્થાને 30 મીટર રાખી  નવું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

અગાઉ શહેર હદ વિસ્તારના તમામ સર્કલ, ત્રણ રસ્તા, ચાર રસ્તા અને ટ્રાફિક જંક્શનની આસપાસ 100મીટરના અંતર સુધી તમામ પ્રકારના લારી-ગલ્લા, પથારા તેમજ તમામ પ્રકારના વાહનો માટે નો-પાર્કિંગ વિસ્તાર જાહેર કરવામાં આવેલ હતો. વડોદરા શહેરમાં વાહનોની સંખ્યામાં સતત વધારો થતો રહે છે. ટ્રાફિક જંક્શનની આસપાસ વાહનો પાર્ક થાય તો તે ચોક્કસ અડચણરૂપ બને છે. પરંતુ, શહેર વિસ્તારમાં ઘણી જગ્યાએ 100 મીટરના અંતરમાં જ બીજુ જંક્શન હોય ત્યારે 'નો-પાર્કિંગ' ઝોન વિસ્તારનું અમલીકરણ અઘરૂ બની રહે છે. જેથી, જાહેરનામામાં સુચવેલ 100 મીટરના બદલે નો-પાર્કિંગ ઝોનના અંતરમાં ઘટાડો કરવા આંશિંક સુધારા સાથેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર દ્વારા શહેરમાં આમ જનતાને રોડ ઉપર અવર-જવર કરતાં સમયે કોઈ અગવડતા ન પડે, ટ્રાફિક કોઈપણ અવરોધ વગર નિરંતર ચાલ્યા કરે, જંકશન પર આવેલ સિગ્નલોના કારણે વાહન ચાલકોએ વાહનોને થોભાવવામાં કોઈ તકલીફ ન પડે, ટ્રાફિક સુચારૂરૂપે ચાલે અને જંકશન પર નાના-મોટા અકસ્મતો ન સર્જાય તે હેતુસર  શહેર હદ વિસ્તારના તમામ સર્કલ, ત્રણ રસ્તા,યાર રસ્તા, ટ્રાફિક જંકશનની આજુ બાજુ 30 મીટરના અંતર સુધી તમામ પ્રકારના લારી, ગલ્લા, પથારા તથા તમામ પ્રકારના વાહનો માટે નો-પાર્કિંગ ઝોન વિસ્તાર તરીકે જાહેર કરાયો છે.

Tags :