ભાજપ કાર્યાલયમાં પૂર્વ ડેપ્યુટી મેયર-પૂર્વ કોર્પોરેટર વચ્ચે બબાલ, મહિલા વિશેના નિવેદન મુદ્દે તું તું મે મે..:
Vadodara BJP President Election : કેડરબેઝ ગણાતી પાર્ટી એવી ભાજપમાં સભ્યતા ભુલાઈ હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે શનિવારે એક બાજુ પ્રમુખ પદ માટેના ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે બીજી બાજુ ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટી વચ્ચે બાબલ થઈ. સુનિતા શુક્લનો આક્ષેપ છે કે ગોપી તલાટીએ મહિલા માટે અયોગ્ય ટિપ્પણી કરી હતી, જે નિવેદન મુદ્દે બન્ને વચ્ચે તું તું મેં મે..થઈ હતી. ભાજપ કાર્યાલમાં જ થયેલી આ બાબલથી વિવાદ સર્જાયો છે, જેની ચર્ચા સમગ્ર વડોદરામાં થઈ રહી છે.
ભાજપના નેતાઓના એક બીજા પર આક્ષેપ
ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા મહિલા વિશે હલકી કક્ષાનો કટાક્ષ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી પૂર્વ ડેપ્યુટી મેયર દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેઓ બોલ્યા છે તેના પુરાવા પણ અમારી પાસે છે. પૂર્વ ડેપ્યુટી મેયરના નિવેદન બાદ પૂર્વ કોર્પોરેટર પણ ભડક્યા હતા અને આવું કોઈ નિવેદન તેમણે આજ દિન સુધી કર્યું નથી અને જો પુરાવા હોઈ તો આપવાની વાત કરી હતી. વધુમાં ગોપી તલાટીએ કહ્યું હતું કે, 'ભારતીય જનતા પાર્ટી મહિલા આગેવાનોને રાજનીતિમાં આગળ લાવવા પ્રાધાન્ય આપી રહ્યું છે ત્યારે આવું કોઈ નિવેદન કોઈપણ કાર્યકર્તા કરી શકે જ નહીં, કોઈ મહિલા આગેવાન માટે મેં કોઈ નિવેદન કર્યું નથી તેમ છતાં પૂર્વ ડેપ્યુટી મેયર મને બદનામ કરવા માટે ખોટી રીતના આક્ષેપ કરી રહ્યા છે'.
અમારી પાસે પુરાવા છે: સુનિતા શુક્લ
પૂર્વ ડેપ્યુટી મેયરએ આક્ષેપ કર્યો હતો કે 'પૂર્વ કોર્પોરેટર દ્વારા મહિલા વિશે બેહુદુ નિવેદન કર્યું છે તેનો પુરાવો અમારી પાસે છે જે અંગે હાલના શહેર પ્રમુખ સાથે અને ત્યારબાદ પ્રદેશ સમિતિ સમક્ષ પણ આ અંગે રજૂઆત કરીશું આવા નિવેદન કરી પૂર્વ કોર્પોરેટર મહિલાઓને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે ક્યારેય ચલાવી લેવાય નહિ.