જામનગર નજીક સિક્કાની જેટી પર માછીમારીની બોટ રાખવાના પ્રશ્ને માછીમારો વચ્ચે તકરાર : એક યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો
Jamnagar Crime : જામનગર નજીક સિક્કામાં જેટી નજીક માછીમારી બોટ રાખવાના પ્રશ્ને અન્ય 3 માછીમારો વચ્ચે તકરાર થઈ હતી, અને એક માછીમારી યુવાન પર અન્ય ત્રણ શખ્સોએ પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે સિક્કામાં નાજ સિનેમા પાસે રહેતા જુનસ જુસભભાઈ ભગાડ નામના 50 વર્ષના માછીમાર આધેડ કે જેણે પોલીસ ફરિયાદમાં જાહેર કર્યું છે કે પોતાના ઉપર રજાક બારોયા, જાકુબ બારોયા અને અખ્તર બારોયાએ પ્લાસ્ટિકના પાઇપ પડે હુમલો કરી ઇજા પહોંચાડી છે.
પોતે જેટી પાસે પોતાની માછીમારી બોટ રાખી હતી, દરમિયાન ઉપરોક્ત આરોપીઓએ તેની બોટ હટાવીને પોતાની બોટ ત્યાં રાખી દેતાં ત્રણેયને પોતાની બોટ અંગે કહેવા જતાં ત્રણેય આરોપીઓ ઉસકેરાયા હતા, અને આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.