Get The App

જામનગરમાં ફટાકડાં ફોડવા મામલે મોટી બબાલ! મારામારી બાદ આડેધડ ફાયરિંગમાં 7 લોકો ઘાયલ

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ફટાકડાં ફોડવા મામલે મોટી બબાલ! મારામારી બાદ આડેધડ ફાયરિંગમાં 7 લોકો ઘાયલ 1 - image


Jamnagar Crime : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતા એક ખેડૂત પરિવારના સાત સભ્યો પર શુક્રવારે જૂની અદાવતનો ખાર રાખીને તેમજ ફટાકડા ફોડવા બાબતે તકરાર કરીને પાડોશી આરોપીઓએ બંદૂકના જોટા સહિતના હથિયાર વડે ફાયરિંગ કર્યું હતું. તેમજ છરી વડે તેમજ પથ્થર વડે હુમલો કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવાઈ છે. ત્યારે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જામનગરમાં ફટાકડાં ફોડવા મામલે મોટી બબાલ! મારામારી બાદ આડેધડ ફાયરિંગમાં 7 લોકો ઘાયલ 2 - image

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ફિરોજભાઈ કાસમભાઇ હાલાણી નામના 45 વર્ષના ખેડૂત યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના સાત સભ્યો ઉપર દેશી બંદૂક સહિતના હથિયાર વડે ફાયરિંગ કરી જાનથી મારી નાખવાના ઇરાદે પથ્થર મારો કરીને હુમલો કરવા અંગે પાડોશી યુનુસ તૈયબભાઈ હાલેપોત્રા તેમજ આસિફ તૈયબભાઈ હાલેપોત્રા ઉપરાંત આમીનભાઈ હાલેપોત્રા અને મામદભાઈ નાથાભાઈ સમા વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં ફટાકડાં ફોડવા મામલે મોટી બબાલ! મારામારી બાદ આડેધડ ફાયરિંગમાં 7 લોકો ઘાયલ 3 - image

પોલીસ ફરિયાદના જાહેર કરાયા અનુસાર ફરિયાદી ફિરોજભાઈ અને તેના ભાઈની બે પુત્રીઓ કે જે તાજેતરમાં રોકાવા માટે તારાણા ગામે આવી હતી, અને તે બંને પુત્રીઓના બાળકો પર પાસે ફટાકડા ફોડી રહ્યા હતા, જે આરોપીઓનો પસંદ ન હતું. તેથી તેને ફટાકડા ફોડવાની ના પાડતા ખેડૂત પરિવારને કહ્યું કે અમે ફટાકડા ફોડશું. જેનો મનદુ:ખ રાખીને તેમજ અગાઉ પણ તકરાર કરી હતી, અને આ બાબતે મનદુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગરમાં ફટાકડાં ફોડવા મામલે મોટી બબાલ! મારામારી બાદ આડેધડ ફાયરિંગમાં 7 લોકો ઘાયલ 4 - image

સમગ્ર ઘટનાની જાણ થતા કાલાવડ ગ્રામના પોલીસને થતાં પોલીસ બનાવના સ્થળે તેમજ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને ફિરોજભાઈ કાસમભાઈ હાલાણીની ફરિયાદના આધારે આરોપીઓ સામે હત્યા પ્રયાસ સહિતની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જ્યારે ફરીયાદી ફિરોજ તેમજ તેના ભાઈ ઉપરાંત તેની બે પુત્રીઓ માતા અને બાળક સહિત કુલ સાત વ્યક્તિઓ ઘાયલ થઈ છે, અને હાલ જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


Google NewsGoogle News