દિવાળીનાં તહેવારના દિવસોમાં જ વેપારીઓને જીએસટી વિભાગ દ્વારા વર્ષ 2017- 18 ના આકારણી માટેની નોટીસો અપાતા નારાજગી

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
દિવાળીનાં તહેવારના દિવસોમાં જ વેપારીઓને જીએસટી વિભાગ દ્વારા વર્ષ 2017- 18 ના આકારણી માટેની નોટીસો અપાતા નારાજગી 1 - image


વેપારીઓ ધંધો કરે કે છ વર્ષ જુના હિસાબો શોધીને જવાબ આપવા જાય ?

રિટર્ન સ્ક્રુટીની અને  શો કોઝ ના મુદ્દા સરખા હોય તો નોટિસ ડ્રોપ થવી જોઈએ તેવી રજૂઆત

વડોદરા, તા. 01 નવેમ્બર 2023 બુધવાર

દિવાળીના તહેવારો નજીકમાં છે ત્યારે ગુજરાત ના જીએસટી વિભાગ દ્વારા વેપારીઓને 2017-18 ના વર્ષ ની આકારણી માટે ની નોટીસો આપી છે. ટેક્સ બાર ના અગ્રણીઓના કહેવા મુજબ જીએસટી વિભાગને 2017-18 ના વર્ષ ની આકારણી માટે ની નોટીસો આપવામાં  6 વર્ષ લાગ્યાં છે .આ નોટીસો વેપારીના જીએસટી પોર્ટલ પર નાં રજીસ્ટર્ડ ઈમેઈલ પર તારીખ 27,28 અને 29 સપ્ટેમ્બરે રાતોરાત આપવામાં આવી છે.આ નોટીસમાં ઓન લાઇન જવાબ આપવા માટે તારીખ આપેલ છે, છતાં  વિભાગ તરફ થી વેપારીના પોર્ટલ પરનાં રજીસ્ટર્ડ ટેલીફોન નબર પર  તાત્કાલીક નોટીસનો જવાબ  નહી આપો તો એકતરફી નિર્ણય લઇ લેવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું હોવાનું અગ્રણીઓ જણાવી રહ્યા છે. વેપારીઓ તહેવારોના સમયગાળામાં જવાબ આપવા માટે સમય કાઢે કે વેપારીઓ ધંધો કરે કે પછી 6 વર્ષ જુનાં હિસાબો કાઢીને ક માહીતી તૈયાર કરી ઓનલાઈન અને હાર્ડ કોપી સાથે જીએસટી વિભાગમાં જવાબ  આપવા જાય ? તેઓ સવાલ આ અગ્રણીઓએ ઉઠાવ્યો છે. આ નોટીસોમાં જીએસટી ની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ વધારે લીધી છે અને મીસમેચની જે મોટી રકમો દર્શાવેલ છે તે ક્યાંથી અને કેવી રીતે આવી તેની વિગતો વિભાગ પાસે થી માગતા  તેમની પાસે કોઈ જવાબ નથી. નાણાકિય વર્ષ 2017-18 માં જીએસટી પોર્ટલ જ બરાબર કામ કરતું ન હતું. વેપારીની GST ઈનપુટ ટેક્ષ ક્રેડીટ વાર્ષિક જીએસટીઆર-9 નાં 8A  કોલમ સાથે સરખામણી કરવામાં આવે છે. કાયદા પ્રમાણે આ સરખામણી કરવાની નથી. ખરીદનાર વેપારી નો જીએસટી નબર કોઈ કારણસર સસ્પેન્ડ અથવા રદ થયો અને સપ્ટેમ્બર -2018 પછી ચાલું થયાં પછી પત્રકો ભર્યા હોય તો પણ મીસમેચ આવે. 

જે વેપારી ને જીએસટી આર-2A નાં કારણે મીસમેચ આવ્યું હોય તો આ સમય માં 2A કામ કરતું ન હતું અને જે માહિતી દર્શાવતું હતું તે સાચી ન હતી. આ સમયગાળા દરમિયાન જીએસટી ના 2A માં દેખાતાં બીલો ની જ ક્રેડીટ લેવાની તેવી કાયદા માં જોગવાઈ ન હતી. ટેક્સ બારના અગ્રણીઓ કહે છે કે વેપારીઓ ને દિવાળીના તહેવાર પછી બોલાવવામાં આવે અને એક તરફી કોઈ નિર્ણય લેવામાં નઆવે. રીટર્ન સ્કુટી અને શો કોઝનાં મુદા સરખા હોય ત્યાં ઓટોમેટીક શો કોઝ ડ્રોપ થવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે.


Google NewsGoogle News