'તમે પણ આ તરફ આવતા રહો', અર્જુન મોઢવાડીયાએ વિધાનસભામાં જ કોંગ્રેસના દિગ્ગજને આપી ખુલ્લી ઑફર
Gujarat Assembly Monsoon Session: રાજ્યમાં ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા ચોમાસુ સત્રમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચા ચાલી રહી છે, ત્યારે ગૃહમાં બિલ પર ચર્ચા દરમિયાન અર્જુન મોઢવાડિયાએ શૈલેષ પરમારને ઉદ્દેશીને વાત કહેતા જણાવ્યું હતું કે, 'હું તો છૂટ્યો. તમે ટકી રહ્યા છો, તમને ધન્યવાદ. તમે પણ આ તરફ આવતા રહો.'
મારું કે તમારું કશું કાંઈ ચાલતું નથી
મોઢવાડિયાએ શૈલેષ પરમારને કહ્યું કે, 'મારું કે તમારું કશું કાંઈ ચાલતું નથી, હજુ પણ તમારું ચાલતું નથી. તમે પણ આ તરફ આવતા રહો. પરસેવાની કિંમત નથી, ઉપરથી જે આવે તે જ કરવું પડે છે.' આ દરમિયાન શૈલેષે રંગા બિલ્લા કોણ હતા તેમ પૂછતાં મોઢવાડિયાએ કહ્યું હતું કે, 'મારા હાલના પૂર્વ નેતા અને તમારા હાલના નેતા શું કરી રહ્યા છે તેની બધાને ખબર છે.'
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 73 તાલુકામાં વરસાદ, આગામી પાંચ દિવસ મેઘ મહેરની આગાહી
ડ્રગ્સ વિશે ચર્ચા કરવા એક દિવસ સત્ર વધારવાની રજૂઆત
મોઢવાડિયાએ કહ્યું કે, 'તમે ત્યાં ટક્યા છો, તમને અભિનંદન છે.' વિધાનસભામાં ચોમાસુ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ડ્રગ્સ સંબંધિત ચર્ચા કરવી એને સારી બાબત ગણાવી છે. આ દરમિયાન લાંબા સમયની ગૃહમાં ચર્ચા બાદ એક દિવસના સત્રને લંબાવવાની રજૂઆત કરવામાં આવી છે. તેવામાં શૈલેષે ડ્રગ્સ પર ચર્ચા કરવાની તૈયારી બતાવી હતી.