મહુધામાં પ્રેમીયુગલની હત્યા કેસમાં ઘટસ્ફોટ, આશરો આપનાર જ હેવાન નીકળ્યો, યુવકને મારી પ્રેમિકા પર દુષ્કર્મ આચર્યું
Mahudha couple murder mystery : ખેડા જિલ્લાના મહુધાના મહિસા ગામે બુધવારે યુવક અને યુવતીના મૃતદેહો મળી આવ્યા હતા. યુવતી લગ્નના આગળના દિવસે ઘરેથી ભાગી ગઇ હતી. યુવક અને યુવતી ડાકોર આવીને આશરો શોધતા હતા. તેવામાં મૂળ પંચમહાલના અને હાલ ઠાસરના ખીજપુરમાં રહેતા યુવકે મહિસા ગામે ખેતરમાં યુવક અને યુવતીને આશરો આપ્યો હતો અને રાત્રે યુવકની બોથડ પર્દાથ મારીને મોતને ઘાટ ઉતાર્યા બાદ યુવતી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરીને હત્યા કરી નાખી હતી. આ કેસમાં આરોપીને ખીજલપુરથી પોલીસે ધરપકડ કરીને ડબલ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
ઘરેથી ભાગેલા અને ડાકોરમાં આશરો શોધતા પ્રેમી યુગલની ક્રુરતાપૂર્વક હત્યા કરનાર ઠાસરાના શખ્સની ધરપકડ
મૂળ પંચમહાલના મોરવા હરફના વંદેલી ગામનો અને હાલમાં ખેડાના ઠાસરાના ખીજલપુરમાં રહેતા પ્રકાશ ઉર્ફે પકો ચંદુભાઇ નિનામા બુધવારે ડાકોરમાં પ્રેમી યુગલને મળ્યો હતો. યુવતી ( ઉ.વ.20)લગ્નના આગળના દિવસે પ્રેમી અજય નામના યુવક ( ઉ.વ.25) સાથે ભાગીને આવી ગઇ હતી. તે દરમિયાન પ્રેમી યુગલ ડાકોરમાં આવ્યું હતું અને યુવક અને યુવતી ડાકોરમાં આશરો શોધતું હતું. તે દરમિયાન પ્રકાશ નિનામા સાથે ઓળખાણ થઇ હતી. બંનેને રહેવા માટેની વ્યવસ્થા કરી દેવાની ખાતરી આપી હતી.
પ્રકાશ નિનામા યુવક યુવતીને બાઇકમાં ડાકોરથી અલીણા થઇને મહિસા ખાતે લઇ ગયો હતો અને મહિસા ગામની સીમમાં આવેલા એક ખુલ્લા ખેતરમાં આશરો આપ્યો હતો અને આજે રાત અહિં વિતાવો, કાલે સવારે બીજે સારી વ્યવસ્થા કરી આપીશ. તે દરમિયાન રાત્રિના સમયે પ્રકાશ નિનામે બોથડ પદાર્થથી અજયને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં યુવતી પર હુમલો કરતા બેભાન થઇ ગઇ હતી અને યુવતી પર પ્રકાશ નિનામાએ દુષ્કર્મ આચર્યું હતું. તે બાદ યુવતીને ગુપ્ત ભાગે ઇજા પહોંચાડીને હત્યા કરી હતી.
આ ખેતરમાંથી યુવક અને યુવતીના મૃતદેહો મળતા પોલીસને જાણ કરી હતી. પોલીસે કાફલો દોડી આવીને તપાસ હાથ ધરી હતી. 150થી વધુ સીસીટીવીના ફુટેઝ ચકાસવામાં આવ્યા હતા. જેમાં શંકાસ્પદ 70 લોકોની પૂછપરછ કરાઇ હતી.જેમાં ડાકોરમાં નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવીમાં યુવક અને યુવતી પ્રકાશ નિનામા સાથે બાઇક પર ત્રણ સવારી કરીને ડાકોરથી અલીણા તરફ જતા હોવાની સામે આવ્યું હતું. જે વાહન નંબરના આધારે વાહન ધારક અને વાહન હંકારનારની ઓળખ કરી હતી. જેના આધારે ખેડાના ખીજલપુર ગામના પ્રકાશ નિનામા હોવાનું ખૂલ્યું હતું. પોલીસે આરોપીને ખનીજપુરથી પકડી પાડીને પૂછપરછ હાથ ધરી હતી. આરોપી મહિસામાં રહેતો હોવાથી તમામ સ્થાનોથી પરિચિત હતો.
નોંધનીય છે કે, પ્રકાશ નિનામાના પ્રથમ લગ્ન તૂટી ગયા છે અને બીજા લગ્નમાં પત્ની સાથે અણબનાવ હોવાથી જુદી રહે છે. તેના કારણે યુવતી સાથે શારિરીક સંબંધ બાંધવાના હેતુસાર કૃત્યુ આચર્યું હોવાની માહિતી મળી છે.