Get The App

અલંગ જહાજવાડા માટે નવેમ્બર નિરાશાજનક, માત્ર 10 જહાજ લાંગર્યા, ઓક્ટોબરની તુલનામાં 9 શિપનો ઘટાડો

ડિસેમ્બરમાં પણ નોંધપાત્ર શિપ અલંગની આખરી સફરે આવે તેવી આશા ઓછી

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
અલંગ જહાજવાડા માટે નવેમ્બર નિરાશાજનક, માત્ર 10 જહાજ લાંગર્યા, ઓક્ટોબરની તુલનામાં 9 શિપનો ઘટાડો 1 - image


ભાવનગર, શનિવાર

disappointing November for Bhavnagar Alang Shipyards : ભાવનગર જિલ્લાના આર્થિક કરોડરજ્જુ સમાન અલંગ યાર્ડમાં દોઢ વર્ષ બાદ ઓક્ટોબર મહિનો તેજીની આશા લઈને આવ્યો હતો. જેના કારણે નાણાંકીય વર્ષના બાકીના પાંચ મહિના શિપ બ્રેકીંગ ઉદ્યોગ મંદીના મોજામાંથી ઉગરેલો રહેશે તેવી આશા હતી. પરંતુ તેનાથી વિપરીત નવેમ્બર મહિનો નિરાશાજનક રહ્યો હોય તેમ અડધો અડધ જેટલા શિપની ઘટ સાથે માત્ર 10 જહાજ કટિંગ થવા માટે અલંગના દરિયાકાંઠે લાંગર્યા હતા.

શિપરિસાયકલીંગ યાર્ડ માટે 2023-24નું નાણાંકીય વર્ષ એકંદરે નબળું સાબિત પૂરવાર થઈ રહ્યું છે

જહાજ ભાંગવા માટે એશિયામાં સૌથી મોટું સ્થાન ધરાવતા અલંગ શિપરિસાયકલીંગ યાર્ડ માટે 2023-24નું નાણાંકીય વર્ષ એકંદરે નબળું સાબિત પૂરવાર થઈ રહ્યું છે. એકમાત્ર ઓક્ટોબર માસમાં એપ્રિલ-2022 પછી સૌથી વધું 19 જહાજ ભંગાવવા માટે આખરી સફર ખેડી અલંગ પહોંચ્યા હતા. જેના કારણે અલંગ જહાજવાડા ઉપર દોઢ વર્ષથી લાગેલું મંદીનું ગ્રહણ હટી જશે. તેવી આશા જાગી હતી. પરંતુ નવેમ્બર મહિનામાં એ આશા ઉપર પાણી ફરી વળ્યું હોય તેમ ગત માસમાં અલંગમાં ભંગાવા આવેલા જહાજની સંખ્યા માંડ 10 રહી હતી. હજુ પણ 2023ના છેલ્લા મહિના ડિસેમ્બરમાં નોંધપાત્ર કહીં શકાય એટલા શિપ અલંગ પહોંચશે તેવી આશા ધૂંધળી છે. જેના કારણે આ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાઈ રોજગારી મેળવતા લોકોની ચિંતા વધી છે. ઉલ્લેખનીય છે કે, નાણાંકીય વર્ષ 2023-24ના છેલ્લા આઠ માસમાં અલંગની અંતિમ સફરે કુલ 81 આવ્યા છે. તેમાં પણ છેલ્લા ત્રણ માસમાં જ અડધો અધડ જેટલા 41 શિપ સ્ક્રેપ થવા આવ્યાનું નોંધાયું છે.

અલંગ જહાજવાડા માટે નવેમ્બર નિરાશાજનક, માત્ર 10 જહાજ લાંગર્યા, ઓક્ટોબરની તુલનામાં 9 શિપનો ઘટાડો 2 - image


Google NewsGoogle News