Get The App

લીવ ઈન રિલેશનશિપમાં રહેતી વિકલાંગ મહિલા પ્રેગ્નન્ટ થતા બોયફ્રેન્ડે છોડી દીધી

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
લીવ ઈન રિલેશનશિપમાં રહેતી વિકલાંગ મહિલા પ્રેગ્નન્ટ થતા બોયફ્રેન્ડે છોડી દીધી 1 - image


Image Source: Freepik

- આખરે અભયમ મદદે આવી: યુવકને કાયદાકીય જ્ઞાન આપતા પીડીતા સાથે રહેવા સંમત થયો

વડોદરા, તા. 14 ડિસેમ્બર 2023, ગુરૂવાર

લીવ ઈન રિલેશનશિપમાં વિકલાંગ મહિલા પ્રેગનેટ થતાં યુવકે તેને તરછોડી દેતા અભ્યમ સંસ્થાએ મદદ કરી યુવકને સમજાવતા મામલો સુલજ્યો હતો.

181 મહીલા હેલ્પલાઇનના નંબર ઉપર પીડિત મહિલા કોલ કરી જણાવે છે કે, મને લગ્નનો દિલાસો આપી પ્રેગ્નન્ટ કરી હવે લગ્ન માટે કહું છું તો મને મારો પ્રેમી ના પાડે છે. જેથી મને તમારી મદદની જરૂરત છે. ત્યારબાદ અભયમ ટીમ તાત્કાલિક પીડિત મહિલાની મદદે પહોંચી પીડિત મહિલાનું કાઉન્સલિંગ કરતા જાણવા મળ્યું કે, પીડિત મહિલા એક વર્ષથી તેના બોયફ્રેન્ડ જોડે લિવિંગ રિલેશનમાં રહેતી હતી. ત્યારબાદ પીડિતા બેનને પ્રેગનેટ થવાની વાત તેના બોયફ્રેન્ડને કહેતાની સાથે જ પીડીતાના બોયફ્રેન્ડએ પીડીતાને ના પાડી દીધી કે હું તારી જોડે લગ્ન નહીં કરી શકું. મારા ઘરના ના માને. એવું કહી પીડીતાને રસ્તા વચ્ચે મૂકી જતો રહ્યો હતો. પીડીતા જણાવે છે કે, હું વિકલાંગ છું, નાના બાળકને લઈને ક્યાં જઈશ? મારા  બોયફ્રેન્ડએ મારી જિંદગી બગાડી નાખી. હવે મારી પાસે એક જ રસ્તો છે આત્મહત્યા. પીડીતાને સમજાવી

ત્યારબાદ પીડીતાના બોયફ્રેન્ડ જોડે વાત કરી  સ્થળ પર છોડીને જતા રહ્યા હતા ત્યાં આવવા કહ્યું. પીડિતાના બોયફ્રેન્ડને કાયદાકીય સમજ આપી કાયદો સમજાવ્યો અને આવી રીતના લગ્નનો દિલાસો આપી પ્રેગનેટ કરી ભાગી જવું એ કાનૂન જૂર્મ છે. આ સાંભળી પીડીતાના બોયફ્રેન્ડએ મહિલાની માફી માંગી અને જે સ્થળ પર છોડીને જતા રહ્યા હતા ત્યાં આવવા તૈયાર થયો. સાથે કોર્ટ મેરેજ કરવા પીડીતાને કહ્યું. પીડીતાએ જણાવ્યું કે, મારે એમને એકવાર પોલીસ સ્ટેશન લઈ જવા છે. જેથી પીડીતાના કહેવાથી ગોત્રી પોલીસ સ્ટેશનમાં હેંડઓવર કરેલ છે. પીડીતાએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.



Google NewsGoogle News