બમરોલી રોડ ઉપર ઘરમાં આગ લાગતા દાઝી જતા દિવ્યાંગ યુવતીનું મોત
- સત્યનારાયણનગર સોસાયટીના ઘરમાં આગળના રૃમમાં સૂતેલી માતાનો બચાવ, આગમાં રોકડ અને ઘર વખરીને નુક્સાન
સુરત,:
પાંડેસરામાં
બમરોલી રોડ ખાતે આવેલા એક ઘરમાં આજે ગુરુવારે વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. જેથી
અગાઉ દાઝી જવાથી પથારીવશના લીધે દિવ્યાંગ બની ગયેલી યુવતીનું આગમાં દાઝી જતા મોતની ભેટી હતી.જોકે આગળના ભાગે
હોલમાં સુતેલી તેની માતાનો બચાવ થયો હતો. જયારે આગના બનાવના લીધે સ્થાનિક રહીશોમાં
અફડાતફડી અને નાસભાગ થઇ જવા પામી હતી.
ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુળ ઉતરપ્રદેશમાં બારામતીના વતની અને હાલમાં પાંડેસરામાં બમરોલી રોડ તેરેનામ ચોકડી પાસે સત્યનરાયણનગરમાંં રહેતા રાકેશભાઇ તિવારીને સંતાનમાં ૨૪ વર્ષીય એકને એક પુત્રી અંજલિ દિવ્યાંગ અગાઉ રસોઇ બનાવતની દાઝી જવાથી પથારીવસના લીધે દિવ્યાંગ બનતા લાચાર બની ગઇ હતી. જયારે તેમની પત્ની પાર્વતીબેન માનસિક તકલીફ હતી. આવા સંજોગોના લીધે રાકેશભાઇ હાલત કફોડી બની ગઇ હતી. જોકે રાકેશભાઇ ગત રાતે દરવાજાને તાળુ મારીને ડાઇંગ મિલમાં નોકરી કરવા ગયા હતા. ત્યારે ઘરમાં હોલમાં પત્ની પાર્વતીબેન અને પથારીવશ પુત્રી અંજલી મોડી રાતે મીઠી નિદ્રામાણી રહ્યા હતા. તેવેળાએ અચાનક અંજલી જે રૃમમાં સુતેલે તે જ રૃમમાં આગ ફાટી નીકળતા ધુમાડો નીકળવા માંડયો હતો. જેના લીધે અંજલી બુમો પાડતી હતી. જોકે તે પથારીવસ હોવાથી પથારીમાંથી ઉભી પણ થઇ શકતી નહતી. એટલુ નહી પણ તેની માતા તેનો અવાજ કે ધુમાડા અંગે ખબર પડી નહી, આખરે આજુ બાજુના લોકોએ ધુમાડો દેખાતા તરત દોડી જઇને દરવાજનો લોક તોડીને અંદર ગયા હતા અને પાર્વતીબેને ધરની બહાર લઇ ગયા હતા.
ત્યાબાદમાં તેના રૃમનો દરવાજો ધક્કો મારીને ખોલી ભારે જહેમત ઉઠાવીને પડોશીએ પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. કોલ મળતા ફાયરજવાનો ત્યાં પહોચ્યા હતા. તે પહેલા આગ બુઝાવી નાખી હતી. પરંતુ અંજલી બહાર નીકળી નહી શકતા પલંગ પર આગમાં ગંભીર રીતે દાઝી અને ગુંગળામણ થતા ધટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.અંજલીના પિતા રાકેશભાઇએ કહ્યુ કે, આગના લીધે ઘરમાં રાખેલા રુ. ૧૨થી ૧૫ હજાર જેટલી રોકડ બળી ગયા હતા. આવા સંજોગોમાં પૈસાની મને અંતિમ ક્રિયા સહિતના ઉપયોગ કરવા માટે તકલીફ વેઠી હતી. આગમાં ઘર વખરી, કપડા, પલંગ, વાયરીંગ, ટેબલ,ખુરશી સહિતના ચીવસ્તુઓને નુકસાન થયુ હતુ. પોલીસે કહ્યુ કે, શોર્ટ સર્કિટ થતી આગ લાગી હોવાની શકયતા છે. આ અંગે પાંડેસરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આગમાં દાઝી જવાથી મૃત્યુ પામેલી અંજલીના પિતા પાસે
અંતિમક્રિયા માટે અને જરૃરી ખર્ચ કરવા પૈસા નહી હોવાથી હાલત કફોડી બનતા લાચર થઇ
ગયા હતા. તેવા સમેયે તેમને મદદ માટે પાંડેસરા પોલીસકર્મી આવ્યા હતા. જોકે પોલીસે
તેને અંતિમ ક્રિયા માટે સહિતના માટે પૈસા આવ્યા હતા. તેના બળી ગયેલા પૈસા પણ પોલીસ
તેમને આપશે. એવી સેવાકરીને માનવતા મહેકાવી હોવાનું સુત્રો કહ્યુ હતું.