ગાંધીધામની એક્સપોર્ટ કંપનીને યુ.એ.ઈ.ની કંપનીનાં ડાયરેક્ટરે 36 લાખનો ચૂનો ચોપડયો
એક્સપોર્ટ કરવાનું કામ આપી, તેની સામે ચૂવવાનાં રૂપિયા ન આપી ઠગાઇ કરી
ગાંધીધામનાં સેક્ટર ૧માં રહેતા પવન લાલચંદ મોરે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, ફરિયાદી કેનન ટ્રેન્ડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચલાવે છે. જેનું કામ વિદેશથી આવેલા કોકિંગ કોલ એક્સપોર્ટ કરવાનું છે. ફરિયાદીની કંપનીને કંડલા પોર્ટ ખાતેથી આરોપી સંજયકુમાર ઇંદ્રચંદ અગ્રવાલ (રહે. ગાંધીધામ) વાળાની યુ એ ઈમાં શાહજહા ખાતે આવેલી વિમલા રિસોર્સીંસ એફ ઝેડ ઈ જે કંપનીમાં કોકિંગ કોલ એક્સપોર્ટ કરવાનું કામ મળ્યું હતુ. જે અંગે તેમના વચ્ચે ગત ૨૪ ડિસેમ્બર ૨૦૨૪નાં એગ્રીમેન્ટ કરવામાં આવ્યુ હતુ. જેમાં ફરિયાદીની કંપનીએ કંડલા પોર્ટમાં લાગેલા વેસલ મારફતે ૨૭ ડિસેમ્બર ૨૦૨૪નાં આરોપી સંજયકુમારની કંપની વિમલા રિસોર્સીંસ એફ ઝેડ ઈ જે ને બ્રોલગા હાર્ડ કોકિંગ કોલ ૨૭,૩૦૦ મેટ્રિક ટન એક્સપોર્ટ કર્યું હતુ. જેમાં એક્સપોર્ટ કરેલા કોકિંગ કોલનાં ચૂકવવાનાં કુલ ૩૬ કરોડ રૂપિયા આરોપીએ ફરિયાદીની કંપનીને ન ચૂકવી ફરિયાદીની કંપની સાથે ઠગાઇ કરી હતી. જેથી ફરિયાદીએ આરોપી અને તેની કંપની વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે છેતરપિંડીની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.