અમદાવાદ એરપોર્ટથી વડોદરા સુધી GSRTCની એસી વોલ્વો બસ સેવા શરૂ, જાણો સમય અને રૂટ

Updated: May 10th, 2024


Google NewsGoogle News
અમદાવાદ એરપોર્ટથી વડોદરા સુધી GSRTCની એસી વોલ્વો બસ સેવા શરૂ, જાણો સમય અને રૂટ 1 - image


Ahmedabad Airport To Vadodara Volvo Bus: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)એ અમદાવાદ એરપોર્ટથી વડોદરા અને વડોદરાથી અમદાવાદ એરપોર્ટ સુધીની એસી વોલ્વો બસ સેવા શરૂ કરી છે. દરરોજ ચાર વોલ્વો બસ અમદાવાદ એરપોર્ટથી વડોદરા વચ્ચે અવરજવર કરશે. આ બસ સેવા શરૂ થતાં મુસાફરોને રાહત થઈ છે.

વોલ્વો બસ સેવાનું સમયપત્રક

અમદાવાદ એરપોર્ટથી સવારે 6 વાગ્યે GSRTCની બસ વડોદરા પહોંચવા માટે રવાના થશે જે સવારે 8:30 કલાકે વડોદરા પહોંચશે. જ્યારે બીજી બસ રાત્રે 11:30 કલાકે અમદાવાદ એરપોર્ટથી રવાના થઈને મોડી રાત્રે 1:30 કલાકે વડોદરા પહોંચશે. જ્યારે વડોદરાથી બપોરે 3:15 કલાકે બસ અમદાવાદ એરપોર્ટ માટે રવાના થશે, જે સાંજે 5:45 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચાડશે. જ્યારે અન્ય બસ સાંજે 7:30 કલાકે વડોદરાથી રવાના થશે જે રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચાડશે.

વોલ્વો બસ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 

આ વોલ્વો બસ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જેમાં ઓનબોર્ડ મનોરંજન અને ચાર્જિંગ સુવિધાઓ, એર કંડીશન વોલ્વો બસ રહેશે. દિવસમાં બે વખત અમદાવાદ એરપોર્ટ પર અને બે વખત વડોદરા જશે. તેથી દરેક મુસાફર પોતાના સમયે ફ્લાઇટ પકડી શકશે. આ બસનું સમયપત્રક ફ્લાઇટ અને સમયની અનુકુળતા મુજબ તૈયાર કરવામાં આવ્યું છે.આ વોલ્વો બસ અમદાવાદ એરપોર્ટથી વાયા શાહીબાગ, કાલુપુર, ગીતામંદિર થઇને એક્સપ્રેસ પરથી વડોદરા પહોંચશે. મુસાફરોએ જીએસઆરટીસીની વેબસાઈટ અથવા ઉપરાંત વિવિધ ટ્રાવેલ પોર્ટલ દ્વારા સીટ ઓનલાઈન બુક કરાવી શકશે.

અમદાવાદ એરપોર્ટથી રાજકોટ વોલ્વો બસ સેવા શરૂ

જીએસઆરટીસીએ અમદાવાદ એરપોર્ટથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધી વોલ્વો બસ સેવા ચાલી રહી છે. જે અમદાવાદ એરપોર્ટથી વોલ્વો બસ સવારે 6 વાગ્યે રાજકોટ જવા રવાના થશે. આ બસ રાજકોટ બસ સ્ટેન્ડથી સાંજે 5:00 વાગ્યે ઉપડશે અને રાતે 10:00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. નોંધનીય છે કે, આવનારા દિવસોમાં રાજસ્થાનના ઉદયપુર અને ભુજ સુધી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી શકે છે.

અમદાવાદ એરપોર્ટથી વડોદરા સુધી GSRTCની એસી વોલ્વો બસ સેવા શરૂ, જાણો સમય અને રૂટ 2 - image


Google NewsGoogle News