જામનગર જિલ્લા હોમગાર્ડઝમાં માનદ સ્ટાફ ઓફિસરોની સીધી ભરતી
જામનગર જિલ્લા હોમગાર્ડઝ દ્વારા પોતાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત એવા જુદાં જુદાં પોતાના પ્રોફેશનલમાં કાર્ય કરી રહેલાં અને માનદ સેવા (બિલકુલ ફ્રી) આપવા તૈયાર ઉત્સાહી જવાન માટે જિલ્લા હોમગાર્ડઝ જામનગર ખાતે સ્ટાફ ઓફિસર તાલીમ, સ્ટાફ ઓફિસર મેડિકલ, સ્ટાફ ઓફિસર જનસંપર્ક અને સ્ટાફ ઓફિસર લીગલ માટેની અરજીઓ, ગુજરાત હોમગાર્ડઝની વેબસાઈટ : https://homeguards.gujarat.gov.in/homeguards/default.aspx ઉપર આપેલ તારીખ : 30.11.2010ના પરિપત્ર ક્રમાંક : કજ/વહટ/એસઓ/1083/5046-5090/2010 મુજબની લાયકાત ધરાવતા અને પ્રોપર જામનગરમાં રહેતાં વ્યક્તિઓએ પોલીસ વેરિફિકેશન અને ડોક્ટરી સર્ટિફિકેટ સાથે બે-નકલ માં તારીખ 07-03-2025 સુધીમાં જિલ્લા હોમગાર્ડઝ કચેરી, ક્રિકેટ બંગલા સામે, સાત રસ્તા રોડ, જામનગર ખાતે, કચેરી સમય દરમિયાન પહોંચી જાય તે રીતે રૂબરૂ આપી જવાની રહેશે.! એમ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ જામનગરની યાદીમાં જણાવાયું છે.!