ગુજરાત પોલીસમાં હવે ASIની સીધી ભરતી નહી થાય, જાણો નિર્ણય પાછળનો ગૃહ વિભાગનો હેતુ

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
Gujarat-police


Gujarat police ASI Recruitment : હાલ રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા ધડાધડ આદેશ છૂટી રહ્યા છે. તાજેતરમાં પોલીસ વિભાગમાં બદલી નિયમો બદલ્યા હતા. આ પહેલાં રાજ્યના 233  બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર (PSI)ની પોલીસ ઇન્સ્પેકટર (PI) તરીકે બઢતી આપવામાં આવી હતી. ત્યારબાદ હવે ગૃહ વિભાગ દ્વારા નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. 

રાજ્ય પોલીસ વિભાગમાં બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, (વર્ગ-3) (A.S.I.) સંવર્ગની ખાલી પડેલી જગ્યાઓની સીધી ભરતી રદ કરીને માત્ર બઢતી દ્વારા ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી અનુભવી કર્મચારીઓ મળી રહે અને ફિડર કેડરમાં બઢતીની તકો વધવાથી તેઓ ઉત્સાહપૂર્વક કામગીરી કરી શકે તે હેતુથી લેવાયેલો છે. 

આ પણ વાંચો : પોલીસ માટે સરકારનો મહત્ત્વનો નિર્ણય: ટ્રાન્સફરના નિયમોમાં ફેરફાર, આ જિલ્લાઓમાં બદલી નહીં થાય

ખાલી પડેલી બિનહથિયારી બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (A.S.I.) જગ્યાઓ પર ભરતી કરવા માટે હેડ કોન્સ્ટેબલ સંવર્ગમાંથી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ પ્રક્રિયા 30 ઓગસ્ટ સુધી પૂર્ણ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અંગે રાજ્યના તમામ પોલીસ વડાઓને 31 ઓગસ્ટ સુધીમાં કાર્યવાહીનો અહેવાલ મોકલી આપવા માટે સૂચના પણ આપવામાં આવી છે. 

તો બીજી તરફ ગુલાબસિંહ રાજપૂતે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની સીધી ભરતી બંધ કરવાના સરકારના નિર્ણયને યુવાનો વિરોધી ગણાવતાં ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે અનુભવીઓને પ્રમોશન આપવા માટે ઘણી જગ્યાઓ ખાલી છે. ઘણા બધા પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ ઘણા લાંબા સમયથી તેમના ઉપલા વર્ગના પ્રમોશનથી વંચિત છે.

આ પણ વાંચો : રાજ્યના પોલીસબેડામાં ખુશીનો માહોલ, 200થી વધુ PSIની PI તરીકે બઢતીનો આદેશ

જો કે આ નિર્ણયથી તનતોડ મહેનત કરતા યુવાનની મજાક સમાન છે. ડાયરેક્ટ ભરતી બંધ કરી ગુજરાતના મેહનતકસ યુવાનો પાસેથી તક છીનવવાનો નિર્ણય ડાયરેક્ટ એ.એસ.આઇ વધુ પ્રમોશન મેળવીને ઉપરની કેડરને ખલેલ ન પહોંચાડે તેવા હેતુથી લેવાયેલી હોવાની પૂરી શક્યતા છે. આવા નિર્ણય ગુજરાતના સૂતેલા યુવાન માટે એલાર્મ સમાન છે. 



Google NewsGoogle News