બરોડા ડેરીના પ્રમુખ તરીકે ફરીથી દિનુ મામા ચૂંટાયા

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
બરોડા ડેરીના પ્રમુખ તરીકે ફરીથી દિનુ મામા ચૂંટાયા 1 - image


વડોદરા, તા. 09 નવેમ્બર 2023 ગુરૂવાર

બરોડા ડેરીના પ્રમુખ ની આજે યોજાયેલી ચૂંટણીમાં ફરી એકવાર દીનુ મામા બિનહરીફ જાહેર થયા છે.     

બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની બીજી ટર્મ માટે ચૂંટણી યોજાતા ભાજપના મેન્ડેટ મુજબ ડેરીના પ્રમુખ તરીકે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતીશ નિશાળીયા અને ઉપ-પ્રમુખ પદે જીબી સોલંકી ચૂંટાયા હતા. પરંતુ ત્યારબાદ એક વ્યક્તિ એક હોદ્દા ના નિયમ પ્રમાણે પ્રદેશ પ્રમુખે સતીશ નિશાળિયાનું રાજીનામું માંગતા તેમણે ડેરીના પ્રમુખ પદે રાજીનામું આપ્યું હતું. 

પ્રમુખ પદની જગ્યા માટે આજે બરોડા ડેરી ખાતે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના પ્રદેશ પ્રતિનિધિ મેન્ડેટ લઈ આવ્યા હતા અને તે મુજબ બરોડા ડેરીના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પટેલ ઉર્ફે દીનું મામા બિનહરીફ ચુંટાયેલા જાહેર થયા હતા.


Google NewsGoogle News