ધ્રોલના વેપારીને રૂ.5 લાખના બે ચેક પરત ફરવાના કેસમાં બે વર્ષની સજા
Jamnagar : ધ્રોલના એક વેપારીએ પોતાના મિત્ર પાસેથી રૂ.10 લાખ હાથ ઉછીના મેળવી બે ચેક આપ્યા હતા. તે બંને ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદમાં અદાલતે આરોપીને બે વર્ષની કેદની સજા ફટકારી છે.
ધ્રોલમાં પટેલ ટ્રાન્સપોર્ટ નામથી પેઢી ચલાવતા કિરીટ કરશનભાઈ ભીમાણી પાસેથી મિત્રતાના દાવે ધ્રોલની ઉમિયા એજન્સીવાળા જયંતિલાલ નાથાભાઈ બારૈયાએ રૂ.10 લાખ હાથઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે રૂ.5 લાખનો એક એવા કુલ બે ચેક આપ્યા હતા.
તે બંને ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના કારણે પરત ફરતા કિરીટભાઈએ ધ્રોલ કોર્ટમાં બે ફરિયાદ નોંધાવી હતી. તે બંને કેસ ચાલી જતાં અદાલતે આરોપી જયંતિલાલ નાથાભાઈ બારૈયાને તકસીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા ફટકારી છે.