જૂનાગઢના મેયર બન્યા ધર્મેશ પોસિયા, ડે. મેયર આકાશ કટારા, 68 ન.પા.ના પ્રમુખોની પણ જાહેરાત
Junagadh New Mayor: ગાંધીનગર ખાતે મંગળવારે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં જૂનાગઢ મેયર અને 68 નગરપાલિકા પ્રમુખોની નિમણુક અંગે ચર્ચા કરવામાં આવ્યા બાદ આજે નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ મહા નગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોસિયાની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની પસંદગી કરવામાં આવી તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પલ્લવી ઠાકરનું નામ જાહેર કરવામાં આવ્યું છે.