Get The App

લોનનો હપ્તો ચૂકી જનારને પેનલ્ટી ફટકારતી બેંકનો 13 લાખનો વેરો બાકી, ધારી ગ્રામ પંચાયતની SBIને નોટિસ

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
લોનનો હપ્તો ચૂકી જનારને પેનલ્ટી ફટકારતી બેંકનો 13 લાખનો વેરો બાકી, ધારી ગ્રામ પંચાયતની SBIને નોટિસ 1 - image


Dhari Gram Panchayat : સામાન્યરીતે બેંક દ્વારા લોનના હપ્તા ના ચૂકવનારા વિરૂદ્ધ પેનલ્ટી ફટકારાતી હોય છે. પરંતુ અમરેલી જિલ્લાના ધારી ગામમાં કંઈક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. ધારી ગ્રામ પંચાયતના અનુસાર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ વર્ષ 2017થી વેરો ના ભરતા અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં ધારી ગ્રામ પંચાયત દ્વારા SBIને નોટિસ ફટકારવામાં આવી છે. ધારી ગ્રામ પંચાયતના સરપંચે સભ્યો સાથે બેંક પહોંચીને નોટિસ આપી છે. જાણો શું છે સમગ્ર મામલો....

વર્ષ 2017 થી SBI બેંક દ્વારા અંદાજિત 13 લાખ જેટલો વેરો ના ભરતા ગ્રામ પંચાયત દ્વારા ફટકારાઈ આખરી નોટિસ ફટકારવામાં આવી છે. SBI બેંક મેનેજરને નોટીસ વાંચી સંભળાવી બાદ નોટિસ ચિપકાવવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા SBI બેંક પાસે વેરાની વસૂલાત કરવાની માગ કરાઈ રહી છે, જોકે બેંક કર્મચારીઓ દ્વારા આ વેરો મકાન માલિકને ભરવાનો હોવાની વાત પણ કરાઈ હતી.

આ પણ વાંચો : સુરતની હોટલમાંથી ડ્રગ્સ ઝડપાયું, સેક્સ રેકેટનો પણ થયો પર્દાફાશ, 3 પેડલરોની ધરપકડ

લોનનો હપ્તો ચૂકી જનારને પેનલ્ટી ફટકારતી બેંકનો 13 લાખનો વેરો બાકી, ધારી ગ્રામ પંચાયતની SBIને નોટિસ 2 - image

'...નહીતર બેંકના કેશ કાઉન્ટર પર બેસીને જપ્તી કરીશું'

ધારી ગ્રામ પંચાયતના સરપંચ યશપાલસિંહ પરમારના જણાવ્યા અનુસાર, તારીખ 1-7-2017થી શરૂ કરાયેલી SBI બેંક દ્વારા અત્યાર સુધી ગ્રામ પંચાયતનો બાકી વેરો ભરવામાં નથી આવ્યો. જેની કુલ રકમ 12 લાખ 83 હજાર 731 રૂપિયા થાય છે. 3-8-2024ના રોજ ત્રીજી નોટીસ આપવામાં આવી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. જેને લઈને ધારી ગ્રામ પંચાયત દ્વારા નોટિસ લગાવવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, 23 ઓક્ટોબર 2024 સુધીમાં બેંક દ્વારા બાકી વેરો નહીં ભરવામાં આવે તો બેંકના કેશ કાઉન્ટર પર બેસીને વેરા જપ્તી કરીશું. જે લોકો બેંકમાં પૈસા જમા કરાવવા આવે છે તેની જપ્તી કરીશું. એટલે પાંચ રૂપિયાનો એક રૂપિયો પેનલ્ટી લેખે રકમ વસૂલવામાં આવશે.

આ પણ વાંચો : પોરબંદરના કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલાની ધરપકડ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન

લોનનો હપ્તો ચૂકી જનારને પેનલ્ટી ફટકારતી બેંકનો 13 લાખનો વેરો બાકી, ધારી ગ્રામ પંચાયતની SBIને નોટિસ 3 - image


Google NewsGoogle News