Get The App

પાર્ટી પ્લોટમાં રાસ રમતાં રમતાં ખેલૈયાને આવ્યો હાર્ટ એટેક, અચાનક ઢળી પડતાં સૌ ચોંકી ગયા

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
પાર્ટી પ્લોટમાં રાસ રમતાં રમતાં ખેલૈયાને આવ્યો હાર્ટ એટેક, અચાનક ઢળી પડતાં સૌ ચોંકી ગયા 1 - image


Dance Teacher Death Due to Heart Attack: હાલમાં ગુજરાતમાં નવરાત્રિ અંતિમ તબક્કામાં છે, મોડી રાત સુધી ગરબે ઘૂમવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે આ ખુશીના તહેવારમાં એક ચોંકાવનારી ઘટનાએ માહોલ શોકમગ્ન બનાવી દીધો છે. ધારી ખાતે ગુરૂવારે પાર્ટી પ્લોટમાં ગરબે રમી રહેલા ડાન્સ ટીચરનું હાર્ટ એટેક આવતાં મોત નિપજ્યું હતું. જેને લઇને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર ધારી ખાતે આવેલા પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગરબા રમી રહેલા ધારીના યુવક જાગૃત ગુર્જર (ઉ.વ.37) ને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તે અચાનક ઢળી પડ્યો હતો. જેથી ગરબામાં હાજર સૌ લોકો ચોંકી ગયા હતા અને તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં પહોંચતાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

મૃતક યુવક છેલ્લા 10 વર્ષ ગરબાની પ્રેક્ટિસ કરાવતો હતો અને ખાનગી શાળામાં ડાન્સ ટીચર તરીકે પણ નોકરી કરતો હતો. આટલી નાની વયે હાર્ટ એટેક આવતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. આ ઘટનાથી સૌ અચંબિત થઇ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ થોડા દિવસો અગાઉ પુણેમાં ‘ગરબા કિંગ’ તરીકે ઓળખાતા પ્રખ્યાત ગરબા ડાન્સર અશોક માળીનું તેના પુત્ર સાથે ગરબા રમતી વખતે અચાનક હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ હતી. આ ઘટનાને લીધે આનંદનું વાતાવરણ શોકમાં પલટાઈ ગયું હતું. માળીને તાત્કાલિક પાસેની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડૉકટરોએ તેને મૃત ઘોષિત કરાયા હતા.

આજે રુપાલમાં નીકળશે માતાજીની પલ્લી, રાવણનો વધ કરવાનું અસ્ત્ર રામને અહીંથી મળ્યું હતું, પાંડવોએ છુપાવ્યા હતા શસ્ત્રો

ગરબા રમતા સમયે મોતની ઘટના

અશોક માળી તેના નાના પુત્ર ભાવેશ સાથે મળી ગરબાના વિવિધ સ્ટેપ રમી રહ્યા હતા ત્યારે અધવચ્ચે તે અચાનક અસ્વસ્થ થઈ ગયા હતા અને બેભાન થઈ જમીન પર જ ફસડાઈ પડ્યા હતા. અચાનક બનેલી આ ઘટનાથી ત્યાં હાજર લોકો હેબતાઈ ગયા હતા અને અશોક માળીને તરત જ પાસેની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરોએ માળીને મૃત ઘોષિત કર્યા હતા.

અશોક માળીના અણધાર્યા અવસાનથી તેના સંબંધીઓ અને મિત્રોમાં શોકની લાગણી ફરી વળી હતી. આવી જ એક ઘટના ચાર દિવસ પહેલા જળગાવમાં બની હતી જેમાં 27 વર્ષના એક યુવકનું ગરબા રમતા હાર્ટએટેક આવવાથી મોત થયું હતું.


Google NewsGoogle News