Get The App

ડો.શ્રીવાસ્તવ બંગલો ખાલી કરેના સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓના ધરણા

Updated: Mar 8th, 2025


Google News
Google News
ડો.શ્રીવાસ્તવ બંગલો ખાલી કરેના સૂત્રોચ્ચાર સાથે  વિદ્યાર્થીઓના  ધરણા 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાંથી રાજીનામુ ધરી દીધા બાદ પણ વાઈસ ચાન્સેલરનો સત્તાવાર બંગલો ખાલી નહીં કરી રહેલા પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવ સામે હોસ્ટેલના વિદ્યાર્થીઓએ બરાબર મોરચો માંડયો છે.

આજે હોસ્ટેલના વિદ્યાર્થીઓએ બંગલાના મુખ્ય ગેટની બહાર જ ધરણા કર્યા હતા અને હાય રે..ડો.શ્રીવાસ્તવ ...હાય હાય..ના સૂત્રોચ્ચારો પણ કર્યા હતા.વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, જ્યાં સુધી ડો.શ્રીવાસ્તવ બંગલો ખાલી નહીં કરે ત્યાં સુધી આ જ પ્રકારે અમે ધરણા અને દેખાવો ચાલું રાખીશું.

ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી સત્તાધીશોએ તાત્કાલિક બંગલો ખાલી કરવા માટે ડો.શ્રીવાસ્તવને નોટિસ આપેલી છે પરંતુ તેનો પણ ડો.શ્રીવાસ્તવે યુનિવર્સિટીને જવાબ આપ્યો નથી તેમ ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલે કહ્યું હતું.

Tags :
dharana-of-studentsvice-chancellor-residence-of-msumsu

Google News
Google News