Get The App

રાહતના સમાચાર ! સ્માર્ટ મીટરમાં હવે રિચાર્જ નહીં કરાવવું પડે, બિલ સિસ્ટમ જ રહેશે, પ્રિ-પેઇડ યોજના મરજિયાત કરાઈ

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
રાહતના સમાચાર ! સ્માર્ટ મીટરમાં હવે રિચાર્જ નહીં કરાવવું પડે, બિલ સિસ્ટમ જ રહેશે, પ્રિ-પેઇડ યોજના મરજિયાત કરાઈ 1 - image


Gujarat Smart Meter: છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને હોબાળા થઈ રહ્યા હતા. લોકોએ પ્રી-પેઇડ રિચાર્જ સિસ્ટમને લઈને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો. જોકે, જનતાની માગ સામે હવે ડીજીવીસીએલ દ્વારા આ સ્માર્ટ મીટરની પ્રી-પેઇડ રિચાર્જ સિસ્ટમને મરજિયાત કરી દેવામાં આવી છે. 

પ્રી-પેઇડ સિસ્ટમ બંધ કરાઈ

ડીજીવીસીએલે જણાવ્યું કે, જે પણ મીટર માટેની નવી અરજી આવશે તેમજ જ્યાં સોલાર પેનલ લગાવવામાં આવી છે, ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર જ લગાવવાની શરુઆત કરવામાં આવી છે. નોંધનીય છે કે, સ્માર્ટ મીટરમાં પ્રિ-પેઇડ રિચાર્જ સિસ્ટમના કારણે ગ્રાહકો વિરોધ કરી રહ્યા હતા. હવે આ સિસ્ટમને બંધ કરી દેવામાં આવી છે અને જ્યાં સ્માર્ટ મીટર હશે તે તમામને મહિનાના અંતે બિલ ભરવાનું રહેશે. અત્યાર સુધીમાં વીજ કંપનીઓએ 48 હજારથી વધુ સ્માર્ટ મીટર લગાવી દીધા છે. સ્માર્ટ મીટરનો વપરાશ પોતાના ફોનમાં જોઈ શકાશે તેમજ બિલ ઓનલાઇન તેમજ ઓફલાઇન બંને પ્રકારે ભરી શકાશે. 

આ પણ વાંચોઃ જામનગરમાં ત્રણ દરવાજા નજીક પીપર બિસ્કીટના ગોડાઉનમાં ભીષણ આગથી લાખોનું નુકસાન ,ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે

હવે આ રીતે સ્માર્ટ મીટરમાં આવશે બિલ

આ અગાઉ સ્માર્ટ મીટરમાં વપરાશ પહેલાં મોબાઇલની જેમ રિચાર્જ કરવાનું રહેતું, ત્યારબાદ લોકો વીજળનો વપરાશ કરી શકતા. સ્માર્ટ મીટરમાં બેલેન્સ પૂરું થયા બાદ અમુક સમય વીજળીનો ઉપયોગ થયા બાદ આપમેળે કનેક્શન કપાઈ જતું. લોકોને આ સિસ્ટમ સાથે સુમેળ ન બેસતાં તેનો વિરોધ કરવામાં આવ્યો અને અંતે કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી અટકાવી દેવામાં આવી હતી. જોકે, હવે જનતાની માંગ સાથે સ્માર્ટ મીટરમાંથી પ્રિ-પેઇડ સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે. હવે મહિનાના અંતે જે પ્રમાણે યુનિટના વપરાશ ઉપર બિલ આવતું, તે જ પ્રકારે બિલ આવશે.

ઊર્જા મંત્રીએ લગાવ્યું સ્માર્ટ મીટર

નોંધનીય છે કે, લોકોના વિરોધના કારણે સ્માર્ટ મીટરની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હતી. જેને હવે નવેમ્બરના અંતમાં ફરી શરુ કરવામાં આવશે. લોકોને આશ્વાસન આપવા તેમજ સ્માર્ટ મીટર પર સામાન્ય લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે ઊર્જા મંત્રી કનુ દેસાઈએ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવી દીધું છે. મંત્રીના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યા બાદથી સમગ્ર ગુજરાતમાં ફરી આ પ્રક્રિયા શરુ કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ વડોદરાના શીયાબાગ વિસ્તારમાં પેવર બ્લોકનો વિવાદ : કામગીરી અટકાવતા રહીશોનો વિરોધ

સમગ્ર મુદ્દે ડીજીવીસીએલના અધિકારીએ સ્પષ્ટતા કરી કે, સ્માર્ટ મીટર લગાવવાની શરુઆત થઈ ત્યારે લોકોએ વધુ બિલ આવવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, તમામ ચકાસણી બાદ અમે નિષ્કર્ષ પર આવ્યા છીએ કે, આવી કોઈ ઘટના બની નથી. જેટલા યુનિટનો વપરાશ થયો હતો તેટલું જ બિલ આવ્યું હતું. તેમ છતાં ગ્રાહકોના સંતોષ માટે પ્રી-પેઇડ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. આ સિવાય લોકો પોતાના મોબાઇલમાં જ જોઈ શકશે કે, કેટલાં યુનિટ વીજળીનો ઉપયોગ થયો અને કેટલું બિલ આવ્યું છે. હાલ, નવા ઘર અને સોલાર પેનલવાળા ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે, જ્યાં ગ્રાહક દ્વારા વધારે બિલ આવવાની કોઈ ફરિયાદ સામે આવી નથી. 


Google NewsGoogle News