વડોદરા કમાટીબાગના ઝુમાં મગરના પોન્ડમાં ભરાયેલા પાણી બહાર કાઢવાનું ચાલુ
Vadodara Kamtibaug Zoo : વડોદરામાં ગઈ 26મી ઓગસ્ટે વિશ્વામિત્રી નદીનું વિનાશક પૂર આવ્યું હતું. આ પૂરમાં નદી કાંઠે આવેલા કમાટીબાગ ઝૂને પણ નુકસાન થયું છે. કેટલાક પ્રાણીઓ પણ પૂરને લીધે મરી ગયા છે. પૂરના પાણી પ્રસરી ગયા હતા. તેમાં મગરના પોન્ડનો પણ સમાવેશ થાય છે. મગરના પોન્ડ ઉપરાંત તેને બહાર ફરવાની જગ્યામાં પણ પાણી ભરાઈ ગયા હતા. હાલ કમાટીબાગના ઝુમાં રૂટિન સફાઈની કામગીરી ચાલે છે, તેમાં મગરના પોન્ડ માથી પાણી બહાર કાઢવાનું ચાલુ કરાયું છે. પૂરને લીધે માટી ઢસડાઈને આવતા વાલ્વ બંધ થઈ જતા પંપ મૂકીને મગરના પોન્ડમાંથી પાણી બહાર કાઢવાનું ચાલુ કરાયું છે. મગરને હરવા ફરવા માટે બહાર જગ્યા જોઈતી હોવાથી પોન્ડ પૂરતું પાણીનું લેવલ રાખીને બાકીનું બધું બહાર નિકાલ કરવામાં આવશે. પોન્ડનો વિસ્તાર આશરે 200 ચોરસ મીટરનો છે. પાણી ખાલી કર્યા બાદ વિસ્તારની પણ સફાઈ કરવામાં આવનાર છે.