સોમનાથમાં અયોધ્યા શ્રી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભક્તિપૂર્ણ ઉજવણી

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
સોમનાથમાં અયોધ્યા શ્રી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભક્તિપૂર્ણ ઉજવણી 1 - image


ધ્વજા પૂજા,જળ અભિષેક  ત્રિશોપચાર પૂજા સહિત અનેક ધામક અનુષ્ઠાન : નાસિક બેન્ડના ઢોલ અને 130  શંખોના નાદ સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પાવન ક્ષણ ઉજવાઇઃ અન્નકૂટ બાદ મહા આરતી

સોમનાથ, : અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ થઈ છે અને સદીઓની પ્રતીક્ષા પછી રઘુકુળ શિરોમણી પ્રભુરામ ફરી અયોધ્યાના હદય સ્થાનમાં બિરાજમાન થઈ ચૂક્યા છે.  ત્યારે જ્યાંથી શ્રી રામ મંદિરના પુનનિર્માણનો સંકલ્પ લેવાયો હતો તે સંકલ્પ ભૂમિ સોમનાથ ખાતે સોમનાથ ટ્રસ્ટના શ્રી નૂતન રામ મંદિર ખાતે અનેકવિધ ધામક અને સાંસ્કૃતિક આયોજન સાથે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 

પ્રથમ જ્યોતિલગ શ્રી સોમનાથ તીર્થમાં  શ્રી રામ મંદિર ખાતે ભગવાન શ્રીરામ સહિત માતા જાનકી અને શ્રીલક્ષ્મણની પ્રાતઃ મહા આરતી કરવામાં આવી હતી ત્યાર બાદ શ્રીસોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર  વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા રામ મંદિર પર મારતી નંદન હનુમાનજી ના પ્રતીક સાથે બનાવવામાં આવેલ ધ્વજાજીનું પૂજન કરવામાં આવ્યું હતુ અને મંદિર પર નૂતન ધ્વજા આરોહિત કરવામાં આવી હતી. સમગ્ર રામ મંદિર પરિસર ને ફૂલોથી અને રંગીન લાઈટિંગ થી સુશોભિત કરવામાં આવ્યું

પ્રભાસ તીર્થમાં આવેલ પુરાણ પ્રસિદ્ધ ૮ પવિત્ર જળાશયો જેમાં રત્નાકર સમુદ્ર, ત્રિવેણી સંગમ, જલ પ્રભાસ કુંડ, આદિત્ય પ્રભાસ કુંડ, બ્રહ્મા કુંડ, વિષ્ણુ કુંડ, ગૌરી કુંડ, સૂર્ય કુંડ આવેલ છે જેમનો ઉલ્લેખ સ્કંદ પુરાણ, શ્રીમદ ભાગવત, વાયુ પુરાણ, શિવ પુરાણ વગેરે જેવા શાોમાં છે. આ પવિત્ર જળ રજત કળશમાં ભરીને અયોધ્યા શ્રી રામ મંદિર ખાતે અર્પણ કરવામાં આવ્યાં હતા. આ પવિત્ર જળ સાથેજ અયોધ્યા થી લાવવામાં આવેલ સરયુ નદીના જળ સહિત સોમનાથ તીર્થમાં બિરાજમાન પ્રભુ શ્રીરામનો ૯ જળો થી મહા અભિષેક કરવામાં આવ્યો હતો.સોમનાથ શ્રી રામ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટ અને ભક્તજનો દ્વારા પ્રભુ શ્રીરામ ને પ્રિય ત્રિંશોપચાર પૂજા કરવામાં આવી હતી. તથા રામ ભોજન પ્રસાદ ભંડારામાંહજારો ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

સોમનાથ રામ મંદિર ઓડિટોરિયમ પ્રાણ પ્રતિા લાઈવ ટેલિકાસ્ટ શરૂ કરી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારે નાસિક ઢોલના તાલે ભક્તો હિલોળે ચડયા હતા 130 શંખ વગાડી રામ લલ્લા ની પ્રાણ પ્રતિા ની ક્ષણ ઉજવવામાં આવી હતીમધ્યાહ્ન આરતી સમયે વિશેષ અન્નકૂટ દર્શન શૃંગારનુ આયોજન કરવામા આવેલ. તેમજ ખાસ નાસિક બેન્ડ દ્વારા આરતી પ્રસ્તુત કરવામાં આવેલ હતી. જેમા ભક્તો શ્રીરામ ભક્તિમા  ભાવવિભોર બનેલ હતા. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિા ના પાવન અવસરે સોમનાથ સંસ્કૃત પાઠશાળા ના ષિકુમરો સહિત ભક્તોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.


Google NewsGoogle News