ચાચર ચોકમાં ચા: અંબાજીમાં હવે દર પૂનમે ભક્તોને મળશે 'ચા'નો પ્રસાદ
Tea Prasad At Ambaji Temple : યાત્રાધામ અંબાજીમાં માતાના દર્શન તો રોજ થઈ શકે છે. શનિ અને રવિવારે તો મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે. પરંતુ પૂનમે દર્શન કરવાનું ખાસ મહત્ત્વ હોય છે. હજારો માઈભક્તો દરેક પૂનમ ભરવા અંબાજી આવતા હોય છે. ત્યારે પૂનમે માતાના દર્શન કરવા આવતા લોકોને હવે સ્ફૂર્તિ આવી જાય તેવો પ્રસાદ પણ મળશે.
આ પણ વાંચો : જાણીને નવાઇ લાગશે...ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જોવા મળે છે સૌથી વધુ ડોલ્ફિન
માતાજીના ચાચર ચોકમાં ચાનો પ્રસાદ
ઊંઝાના જય અંબે ગ્રુપ દ્વારા અનોખી સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં તેઓ મંદિરના ચાચર ચોકમાં માઈભક્તોને નિઃશુલ્ક ચાનો પ્રસાદ પ્રસાદ વિતરણ કરશે. શરદ પૂનમના દિવસથી આ સેવાની શરૂઆત જય અંબે ગ્રુપે કરી છે. દર પૂનમે માતાજીના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓને પ્રસાદમાં ચા આપવામાં આવશે.