વડોદરાના હરણી રોડ પરથી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરનાર વેપારીની અટકાયત

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
વડોદરાના હરણી રોડ પરથી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરનાર વેપારીની અટકાયત 1 - image


Duplicate Clothes of Branded Companies : વડોદરા શહેરના હરણી રોડ પર બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરનાર વેપારીની દુકાનમાં કંપનીના માણસ સહિત પોલીસે રેડ કરી હતી. દુકાનમાંથી જીન્સ પેન્ટ અને શર્ટ પેન્ટ મળી 1.29 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. કર્મચારીની ફરિયાદના આધારે ડુપ્લીકેટ માલ વેચનાર વેપારીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના હરણી સમા લીંક રોડ પર આવેલા ધ સ્ટેટસ મધુવનમાં રહેતા જંયતીલાલ પ્રેમજીભાઈ પટેલ હરણી ગદા સર્કલ સામે અલ્ટ્રા ફેશન (ધ ફેશન પોઇન્ટ) નામની દુકાનમાં ચલાવે છે. જેમાં MUFTI ના નામની કોપી કરી અથવા ડુપ્લીકેટ જીન્સ પેન્ટ તથા જીન્સ શોર્ટ પેન્ટનું વેચાણ કરે છે. જેની માહિતી કંપનીને મળી હતી. જેના આધારે 20 સપ્ટેમ્બરના રોજ કંપનીના લીગલ ડિપાર્ટમેન્ટના માણસે હરણી પોલીસને સાથે રાખી ગદા સર્કલ પાસે આવેલી કપડાની દુકાનમાં રેઈડ કરી હતી. દરમ્યાન દુકાનમાંથી MUFTI ના બ્રાન્ડની ડુપ્લીકેટ અથવા કોપી કરેલા જીન્સ પેન્ટ નંગ-58 કિંમત રૂપીયા 78 હજાર તથા શોર્ટ પેન્ટ નંગ 73 કિંમત રૂપિયા 51 હજાર મળી કુલ 1.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કંપનીના લીગલ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા કર્મચારીની ફરિયાદના આધારે હરણી પોલીસે દુકાનના સંચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News