લાયસન્સ વગર વ્યાજે રૃપિયા આપનારની પાસામાં અટકાયત
દારૃ અને ચોરીના ગુનામાં બે આરોપીઓને પાસા કરાઇ
વડોદરા,વ્યાજખોરી, ચોરી અને દારૃના કેસમાં સામેલ ત્રણ આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી અલગ - અલગ જિલ્લાની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
સિટિ બસ સ્ટેન્ડ પર બસમાં બેસવા જતા મુસાફરોના મોબાઇલ ચોરી કરવાના ગુનામાં સામેલ આરોપી અલ્લારખા અબ્દુલભાઇ શેખ (રહે. અલિફ મંઝીલ, બાવામાનપુરા, પાણીગેટ) ની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. તેની સામે ૧૨ ગુનાઓ દાખલ થયા છે.
લાયસન્સ વગર વ્યાજે રૃપિયા આપવાના ગુનામાં સંડોવાયેલા આરોપી રજનીકાંત પોપટભાઇ સંસારે (રહે. સુંદર ભવન, નવાપુરા)ની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. ત્રીજા કિસ્સામાં દારૃના કેસમાં સામેલ આરોપી દયાશંકર ઉર્ફે દયા ઇન્દ્રાશન શર્મા (રહે. સત્યમ એપાર્ટમેન્ટ, ગોરવા) ની પીસીબીએ પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં મોકલી આપ્યો છે.