૬૩.૩ ૭ લાખની સામે ૧.૪૧ કરોડ ચૂકવવા છતાંય વ્યાજખોરોનો ત્રાસ
નાણાં ધિરનાર ૭ લોકો સામે મહિલાએ ફરિયાદ નોંધાવી
વડોદરા,રૃપિયાની જરૃર પડતા તેણે ૭ લોકો પાસેથી ૬૩.૩૭ લાખ વ્યાજે લીધા હતા. જેની સામે ૧.૪૧ કરોડ ચૂકવી દીધા હોવાછતાંય વધુ રૃપિયાની માંગણી કરી ત્રાસ આપવામાં આવતા મહિલાએ તમામ સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરામાં રહેતી ૩૪ વર્ષની મહિલાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં (૧) જયદિપ ધીરૃભાઇ પરડવા (૨) જીલ વિક્રાંતભાઇ દિક્ષીત (૩) શેતલ ભટ્ટ (૪) પારૃલ શાહ (૫) હસ્મિતા પટેલ (૬) શિવમ શર્મા તથા (૭) મયંક પટેલ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અગાઉ હું આઇએલટીએસમાં કોચિંગનું કામ કરતી હતી. મારે ધંધા માટે પૈસાની જરૃર હતી. મને જાણવા મળ્યું હતું કે, ચાઇનિઝ એપમાંથી ૩,૫૦૦ થી ૧૫ હજારની મર્યાદામાં કોઇપણ ડોક્યુમેન્ટ્સ વગર લોન મળે છે. જેથી, મેં એપ ડાઉનલોડ કરી હતી. મારો મોબાઇલ નંબર અપલોડ કરતા મેં આ એપમાંથી દોઢ થી પોણા બે લાખ રૃપિયા લીધા હતા. જેની સામે ત્રણથી સાડા ત્રણ લાખ ચૂકવ્યા હતા. તેમછતાંય મારી પાસે ઉઘરાણી કરતા હતા. જેથી, મેં તેઓની સામે ફરિયાદ નોંધાવી હતી. મારે રૃપિયાની જરૃર પડતા અન્ય સાત લોકો પાસેથી પણ વ્યાજે રૃપિયા લીધા હતા.
જયદિપ પરડવા પાસેથી ૨૧.૪૯ લાખ ઓક્ટોબર ૨૦૨૨ થી ડિસેમ્બર ૨૦૨૩ દરમિયાન વ્યાજે લીધા હતા. તેની સામે ૨૪.૭૧ લાખ ચૂકવ્યા હતા. તેમજ ઓનલાઇન એક્ઝામ અને માલદિવની ટૂરના મળી કુલ રૃપિયા૬૧.૨૧ લાખ ચૂકવ્યા હતા.ઝીલ દિક્ષીતે શેતલ ભટ્ટ પાસેથી મને ૨૯ હજાર વ્યાજે અપાવ્યા હતા. જેની સામે ૪૨ હજાર ચૂકવ્યા છે.શેતલ ભટ્ટ પાસેથી ૨૯ હજાર લઇ ૫૯ હજાર ચૂકવ્યા હતા.પારૃલ રાકેશભાઇ શાહ પાસેથી ૧૪.૮૯ લાખ લઇ તેની સામે ૨૭.૩૧ લાખ ચૂકવ્યા હતા.હસ્મિતા પટેલ પાસેથી ૪.૬૪ લાખ લઇ તેની સામે ૨૩.૫૧ લાખ ચૂકવી દીધા હતા.શિવમ શર્મા પાસેથી ૫.૭૫ લાખ લઇ ૬.૬૬ લાખ ચૂકવ્યા હતા.મયંક પટેલ પાસેથી ૧૬.૩૦ લાખ લઇ ૨૧.૬૫ લાખ ચૂકવ્યા હતા.
તેમછતાંય આ લોકો મારી પાસે ઉઘરાણી કરે છે.મેં તેઓની પાસેથી કુલ ૬૩.૩૭ લાખ લીધા હતા. તેની સામે વ્યાજ સહિત ૧.૪૧ કરોડ ચૂકવી દીધા હતા. તેમછતાંય મારા ચેકનો દુરૃપયોગ કરી કેસ કરવાનું જણાવે છે.
ચાર મહિના પહેલા ૧૦ સામે શારીરિક શોષણની ફરિયાદ કરી હતી
વડોદરા,મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, (૧) યજ્ઞોશ પ્રદ્યુમનભાઇ દવે (૨) વિક્રાંત ભાનુપ્રસાદ દિક્ષીત (૩) રાજેશ હરિમોહન અગ્રવાલ (૪) દિપેન હરેશભાઇ શાહ (૫) દેવાંગ હસમુખભાઇ શાહ (૬) પાર્થિવ હેમંતકુમાર બારોટ (૭) સાહીલ ધિરજલાલ કુંભાણી (૮) હિતેશ બાલકૃષ્ણ જાદવ (૯) મનમોહન શરદબાબુ શર્મા તથા (૧૦) દર્પણ વિષ્ણુભાઇ પટેલ પાસેથી અલગ - અલગ સમયે વ્યાજે રૃપિયા લીધા હતા. તેઓ મારી પાસે અવાર - નવાર ઉઘરાણી કરી વ્યાજ સહિતના રૃપિયાની માંગણી કરતા હતા. તેઓએ મારૃં શારીરિક શોષણ કર્યુ હોઇ તેની સામે અગાઉ ઓગસ્ટ - ૨૦૨૪ માં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો.