વડોદરાની સમરસ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓને ગરબા રમવા મંજૂરી નહી અપાતા દેખાવો
Vadodara Navratri : રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ અંતર્ગતની વડોદરાની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને આ વર્ષે ગરબા રમવાની પરવાનગી નહીં અપાતા વિવાદ સર્જાયો છે.
વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે નવરાત્રિના સમયમાં દર વર્ષે વિદ્યાર્થીનીઓને રાત્રે 1:00 વાગ્યા સુધી ગરબા રમવા જવા માટે છૂટ આપવામાં આવતી હતી. સમરસ ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ માટે વડોદરાના છાણી વિસ્તારમાં યોજાતા પાટીદાર સમાજના ગરબા આયોજકો ખાસ બસની વ્યવસ્થા કરે છે. આ બસ તેમને ગરબા રમવા લઈ જાય છે અને મૂકી જાય છે
આ વર્ષે હોસ્ટેલ સત્તાધીશો દ્વારા ગરબા રમવાની પરવાનગી નહીં આપવામાં આવી હોવાથી રોષે ભરાયેલી વિદ્યાર્થીનીઓએ શુક્રવારની રાતે હોસ્ટેલ ખાતે સૂત્રોચાર સાથે દેખાવો કર્યા હતા.