Get The App

જામનગરના જુના એસ.ટી.બસ સ્ટેન્ડને આજથી જમીનદોસ્ત કરવાનો થયો પ્રારંભ

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
જામનગરના જુના એસ.ટી.બસ સ્ટેન્ડને આજથી જમીનદોસ્ત કરવાનો થયો પ્રારંભ 1 - image


Jamnagar ST Bus Stand : જામનગર શહેરનું જુનું એસ.ટી. બસ સ્ટેન્ડ, કે જ્યાં રાજ્ય સરકાર દ્વારા નવું બસ સ્ટેન્ડ બનાવવા માટેની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે, અને અત્યાધુનિક નવું એસટી બસ સ્ટેન્ડ જામનગરની જનતાને મળી રહે, તે માટેના રાજ્ય સરકારના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે હાલ જામનગરના પ્રદર્શન મેદાનમાં હંગામી બસ ડેપો શરૂ કરાવાયો છે.

 દરમિયાન જૂની એસ.ટી. બસ સ્ટેન્ડ વાળી જગ્યા, કે જે સ્થળે આજથી ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, અને જુના બસ સ્ટેશન વાળી ઇમારત કે જેની પાડતોડની પ્રક્રિયાઓ આજથી શરૂ કરી દેવામાં આવી છે, અને જુદા-જુદા હિટાચી મશીનો વગેરે લગાવીને એસટી બસ સ્ટેન્ડમાં પાડતોડ શરૂ થઈ ગઈ છે.


Tags :