પૂર બાદ તંત્ર જાગ્યું : બાલાજી ગ્રુપના અગોરા મોલના ગેરકાયદે ક્લબ હાઉસ અને રિટનિંગ વોલ તોડવાની કામગીરી શરૂ

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
પૂર બાદ તંત્ર જાગ્યું : બાલાજી ગ્રુપના અગોરા મોલના ગેરકાયદે ક્લબ હાઉસ અને રિટનિંગ વોલ તોડવાની કામગીરી શરૂ 1 - image


VMC Demolition at Agora Mall : વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠા પર કોર્પોરેશને ખાનગી કંપની અને ડ્રોન દ્વારા બાંધકામ અંગેનો સર્વે કરાવવામાં આવ્યો હતો જેનો અહેવાલ તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરને સુપ્રત કર્યો હતો. ત્યારબાદ આ મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો. સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ નદી કાંઠાના ગેરકાયદે બાંધકામ અંગે માર્ગદર્શન માગ્યું હતું તે આધારે મુખ્યમંત્રીએ પણ દબાણો તોડવા કમિશનરને સૂચના આપી હતી. ત્યારબાદ 13 ગેરકાયદે બાંધકામને કોર્પોરેશને નોટિસ ફટકારી હતી અને 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જે આજે પૂરું થતાં સમા વિસ્તારમાં બાલાજી ગ્રુપ દ્વારા બાંધવામાં આવેલા અગોરા મોલનું ક્લબ હાઉસ અને રીટનિંગ વોલ તોડવાની કામગીરી વડોદરા કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે.

રાજ્ય સરકારે રૂા.1200 કરોડ વિશ્વામિત્રી પ્રોજેકટ માટે ફાળવ્યા છે. તેને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા ખાનગી કંપની અને ડ્રોન દ્વારા સર્વે કરવાની કામગીરી થઇ હતી. તાજેતરમાં ખાનગીના કર્મચારીઓની અલગ અલગ ટીમોએ હરણીથી લઈ મુજમહુડા સુધી સર્વે કર્યો હતો. સર્વે કર્યા બાદ મ્યુનિ.કમિશનરે બેઠક યોજી આગળની પ્રક્રિયા અંગે ચર્ચા વિચારણા કરી હતી.

સર્વે બાદ 13 દબાણો જણાઈ આવ્યા હતા. જેને ધ્યાનમાં રાખી સમગ્ર માહિતી મેળવી સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂ મળી જે રીતે દ્વારકા, સોમનાથમાં બુલડોઝર ફેરવ્યું હતું તે રીતે વડોદરાના કાંઠા વિસ્તારના ગેરકાયદે બાંધકામો તોડી નાંખવા રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીએ મ્યુનિ. કમિશનર દિલીપ રાણાને સર્વેની થયેલી કામગીરી પ્રમાણે દબાણો તોડવા સૂચના આપી હતી.

પૂર બાદ તંત્ર જાગ્યું : બાલાજી ગ્રુપના અગોરા મોલના ગેરકાયદે ક્લબ હાઉસ અને રિટનિંગ વોલ તોડવાની કામગીરી શરૂ 2 - image

અગાઉ વિશ્વામિત્રી નદી કિનારે 6 થી 9 મીટર વિસ્તાર ખુલ્લો છોડવાનો નિયમ હતો. પરંતુ નદીના પટ વિસ્તારમાં માત્ર ખેતી થતી હતી અને મોટાભાગની 100 થી 200 મીટર સુધીની જમીનો પ્રતિબંધિત ઝોનમાં હતી. ત્યારબાદ વુડાએ અને રાજ્ય સરકારે

અનેક વિસ્તારોમાં પ્રતિબંધિત ઝોન ઉઠાવી લેતા હરણીથી મુજમહુડા સુધી નદી કિનારે બાંધકામો થવા લાગ્યા છે. જ્યારે 6 થી 9 મીટર જગ્યા છોડવાનો નિયમ હતો ત્યારે કારેલીબાગ, સયાજીગંજ વિસ્તારમાં નદી કિનારે અનેક સોસાયટીઓ બંધાઇ ગઇ છે. 

વડોદરા કોર્પોરેશને કોને-કોને નોટિસો આપી હતી

વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી કાંઠા પર કેટલીક જગ્યાએ માર્જિનની જગ્યામાં હંગામી બાંધકામ કર્યું હોય અને કાચાપાકા મકાનોને નોટિસ આપી છે. હરણીથી વડસર સુધીમાં જેને બાંધકામ પરવાનગી લીધી છે તે અંગે આગામી દિવસમાં નિર્ણય લેવાશે તેમ જાણવા મળે છે.

(1) સોમનાથવિલા સામે સમા-હરણીને જોડતા બ્રિજ પાસે (સાઈટ ઓફિસ)

(2) સિધ્ધાર્થ બંગલો અને ઉર્મિ સ્કૂલની સામે હરણી (મકાન)

(3) કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ કારેલીબાગ (પંપ રૂમ)

(4) શ્રુતિ મંદિર આશ્રમ હરણી (મંદિર ઘુંમટ, પુજા અને ધ્યાન રૂમ)

(5) મેરીલેન્ડ પાર્ટી પ્લોટ હરણી (પતરાના શેડમાં રસોડું, હંગામી બાંધકામ)

(6) ગ્લોબલ ડીસ્કવરી સ્કુલ હરણી (માર્જિનની જગ્યામાં શેડમાં કેન્ટીન હંગામી બાંધકામ, સ્વૈચ્છીક રીતે બાંધકામ દુર કર્યુ  જેથી નોટિસ આપી નહિ)

(7) ગ્લોબલ ડીસ્કવરી સ્કુલની બાજુમાં બે કાચાપાકા મકાન)

(8) અગોરા મોલ સમા (કલબ હાઉસ તથા રીટર્નીંગ વોલ)

(9) ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બહુચરાજી રોડ કારેલીબાગ (ફેબ્રીકેટેડ શેડનું બાંધકામ)

(10) આરસી પટેલ એસ્ટેટ પાસે અકોટા (લેબર ફ્રેમ્પ તથા રીટર્નીંગ વોલ, સ્વૈચ્છીક રીતે બાંધકામ દુર કરવાની કામગીરી ચાલુ છે)

(11) વોટરલીલી વડસર ગામ પાસે (લેબર કેમ્પ તથા રીટર્નીંગ વોલ)

(12) વિશ્વકુંજ સોસાયટી કારેલીબાગ (શેડનું કાચુ બાંધકામ)


Google NewsGoogle News