રાણાવાવ ગામે 1.80 કરોડની ગૌચરની જમીનમાં ડિમોલિશન
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી
સરકારી જમીનમાં ઉગાડી દીધા હતા આંબા !
વિગત પ્રમાણે, રાણાવાવ ગામના સરકારી ગૌચરની જમીનમાં ખુંટી દેવાભાઇ અરજણભાઇ વગેરે ઉપરાંત વિજયભાઇ હરદાસભાઇ ઓડેદરા તથા દિલીપભાઇ માલદેભાઇ સેલાર દ્વારા ૨૩૦૦૦-૦૦ ચો.મી.માં અનઅધિકૃત દબાણ કરવામાં આવેલ હતુ.આ દબાણ દુર કરવા વારંવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં તેને ગણકારવામાં આવી ન હતી.
પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની સુચનાથી રાણાવાવના મામલતદાર,પી.જી.વી.સી.એલ. ટીમ જે.સી.બી. લઈને દબાણ દુર કરવા પહોંચી હતી અને પોલીસનો બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. પ્રતિ વિઘાના બાર લાખ રૂપિયા લેખે કુલ ૧૫ વિઘાના રૂ.૧ કરોડ ૮૦ લાખ ની સરકારી ગૌચરની જગ્યા ખુલ્લી કરવામાં આવેલ છે. એટલું જ નહીં પરંતુ તંત્રના અધિકારીઓએ સુચના આપી છે કે,સ્વેરછાએ દબાણ દુર કરવામાં નહી આવે તો વધુ કડક પગલાં ભરવા પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.