Get The App

પોલીસ બંદોબસ્ત મળ્યા બાદ વડોદરામાં આજથી દબાણ હટાવ ઝુંબેશ : છાણીથી મધુનગર બ્રિજ અને ઠેકરનાથ સ્મશાન રોડના દબાણો તોડાયા

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
પોલીસ બંદોબસ્ત મળ્યા બાદ વડોદરામાં આજથી દબાણ હટાવ ઝુંબેશ : છાણીથી મધુનગર બ્રિજ અને ઠેકરનાથ સ્મશાન રોડના દબાણો તોડાયા 1 - image


Vadodara Demolition : વડોદરામાં ગઈકાલે પોલીસ બંદોબસ્ત મળ્યો ન હતો તે બાદ આજે પોલીસ બંદોબસ્ત મળ્યા બાદ તુંરત ફરી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં છાણી એલએન્ડટી સર્કલથી મધુનગર બ્રિજ સુધીના લારી ગલ્લા, કાચા અનેક શેડ સહિત પૂર્વ વિસ્તારમાં ટીપી સવારેથી ગધેડા માર્કેટ ચાર રસ્તા થઈને ઠેકરનાથ સ્મશાન તરફ જતા 27 મીટર રોડ પર ગેરકાયદે બનેલા 8 જેટલા ઓટલા કેટલીય દુકાનોની આગળના કાચા શેડ સહિતના દબાણોનો સફાયો બે જેસીબી મશીનના સહારે દબાણ શાખાની ટીમે વારસિયા પોલીસ બંદોબસ્તના સહારે કર્યો હતો. કાર્યવાહી દરમિયાન ઘટના સ્થળે ફાયર ફાઈટર, સ્ટ્રીટ લાઈટ વિભાગનો સ્ટાફ, તથા મેડિકલની ટીમ સતત હાજર રહી હતી. દબાણ શાખાની કાર્યવાહી દરમિયાન સ્થાનિક રહીશોના ટોળેટોળા તમાશો જોવા એકત્ર થયા હતા. 

ઉલ્લેખનીય છે કે, શહેરના ઉત્તર વિસ્તારમાં છાણી ખાતેના સર્કલથી મધુનગર બ્રિજ સુધી રોડ રસ્તાની બંને બાજુએ ખાણીપીણીની ગેરકાયદે લારીઓ, વાહન રીપેરીંગની રેકડીઓ તથા મોટર ગેરેજના શેડ ઠેર-ઠેર થઈ જતા રોડ રસ્તા સાંકડા થવા સહિત વાહન ચાલકો અને રાહદારીઓને પણ ચાલતા જવામાં જીવના જોખમે અને અકસ્માતના ભય સાથે પસાર થવું પડે છે. જેથી આ રોડ રસ્તાઓ પરના ગેરકાયદે દબાણો દૂર કરીને એક ટ્રક જેટલો માલ સામાન કબજે કરાયો હતો. આ કાર્યવાહીમાં ફતેગંજ પોલીસ બંદોબસ્ત માટે તૈનાત રહ્યો હતો. આવી જ રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ ૫ના સવાદ ક્વાર્ટર્સથી ન્યુ વીઆઈપી રોડ ગધેડા માર્કેટ ચાર રસ્તાથી ઠેકરનાથ સ્મશાન જવાના 27 મીટરના રોડ પર આઠ જેટલા પાકા ઓટલા, કાચા શેડ અને દુકાનદારોએ બનાવેલા કાચા શેડ સહિતના ગેરકાયદે દબાણો બે જેસીબી મશીનના સહારે તોડી પાડી રોડ રસ્તા ખુલ્લા કરાયા હતા. આ કાર્યવાહીમાં સાવચેતી રૂપે ફાયર બ્રિગેડ, મેડિકલ અને સ્ટ્રીટ લાઈટ વિભાગની ટીમ તૈનાત રાખવામાં આવી હતી જ્યારે વારસિયા પોલીસ મથકના જવાનોએ બંદોબસ્ત જાળવ્યો હતો.


Google NewsGoogle News