વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ જારી : સૈયદ વાસણા અને તાંદલજામાં દબાણ હટાવવા જતાં ઘર્ષણ
Vadodara Demolition : ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યા બાદ કોર્પોરેશન અને પોલીસનું તંત્ર એક્શનમાં આવી જઈ સતત છઠ્ઠા દિવસે સૈયદ વાસણા અને તાંદળજા વિસ્તારમાં આવેલા ગેરકાયદે દબાણો અને બાંધકામો હટાવવાની કામગીરી ચાલુ રાખી છે. આજે સવારથી સૈયદ વાસણા રોડ અને તાંદળજા વિસ્તારના ગેરકાયદે દબાણો હટાવી પાંચ ટ્રક ભરીને લારી ગલ્લા અને સામાન જપ્ત કર્યો ત્યારે કેટલીક જગ્યાએ ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા.
દબાણ શાખા અને પોલીસ દ્વારા સૈયદ વાસણા રોડ અને તાંદળજા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશની કામગીરી આજે સવારથી શરૂ કરવામાં આવી હતી. જેમાં કેટલીક જગ્યાએ ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારે પોલીસે દરમિયાનગીરી કરી મામલો શાંત પાડ્યો હતો. જાહેર રસ્તાઓ પર દબાણ કરતી લારીઓના દબાણો દૂર કરવામાં આવ્યા છે. સાથે પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ દબાણ શાખા કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ સહિત વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પાંચ ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. કેટલાક વેપારીઓ સાથે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.
કેટલાક દુકાનદારોએ આક્ષેપ કર્યો હતો કે, અમારી માલિકીની જગ્યામાં મુકેલા કાઉન્ટર ખોટી રીતે કોર્પોરેશનને ઊંચકી લઈ જઈ રહ્યા છે જે અમને પાછા મળવા જોઈએ. એક મહિલા દુકાનદારનું કાઉન્ટર કોર્પોરેશનને ઉઠાવવા જતા તેને રોકવાનો પ્રયાસ કરતા મહિલા પોલીસ સાથે ઉપગ્રહ બોલાચાલી અને ઘર્ષણ પણ થયું હતું.