Get The App

મોરબીના ધરમપુર રોડ પર પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા ડિમોલીશન

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
મોરબીના ધરમપુર રોડ પર પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા ડિમોલીશન 1 - image


૨૦થી વધુ મકાનો, દુકાનો પર બૂલડોઝર ફેરવાયું

દબાણો હટાવવા અપાયેલી નોટિસની મુદ્દત પૂર્ણ થતાં રોડને અડીને ખડકાયેલાં દબાણો દૂર કરવામાં આવ્યાં

મોરબી :  મોરબીના ધરમપુર રોડ પર માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા ડિમોલીશન હાથ ધરાયું હતું. રોડને અડીને આવેલા ૨૦ થી વધુ દુકાનો તથા મકાનો  પર બુલડોઝર ફેરવીને તોડી પડાયા હતા. દબાણો હટાવવા અપાયેલી નોટિસની મુદ્ત પુર્ણ થતાં પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી હાથ ધરાઇ હતી.

મોરબીના ધરમપુર રોડ પર આજે તંત્રએ ડીમોલીશન હાથ ધર્યું હતું. રોડને અડીને આવેલા ૨૦ થી વધુ મકાનો અને દુકાનો પર સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

મોરબી માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા ડીમોલીશન કામગીરી કરવામાં આવી હતી લાભનગર સોસાયટી સામે રોડને અડીને આવેલા દબાણો હટાવવામાં આવ્યા હતા. અગાઉ આસામીઓને નોટીસ આપવામાં આવી હતી અને આધાર પુરાવા રજુ કરવાની તક આપવામાં આવી હતી. જે મુદત પૂર્ણ થતા આજે સરકારી બુલડોઝર દબાણો પર ફરી વળ્યું હતું. પોલીસના બંદોબસ્ત સાથે ૨૦ જેટલા મકાન અને દુકાનો સહિતના દબાણો હટાવવામાં આવ્યા હતા.


Google NewsGoogle News