Get The App

હવે રાજકોટમાં બુલડોઝર ફર્યું, 100 કરોડની જમીન પરથી દૂર કરાયું દબાણ, બનશે જીઆઈડીસી

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
હવે રાજકોટમાં બુલડોઝર ફર્યું, 100 કરોડની જમીન પરથી દૂર કરાયું દબાણ, બનશે જીઆઈડીસી 1 - image


Rajkot News : રાજ્યમાં દ્વારકા, જામનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે હવે રાજકોટમાં જિલ્લા કલેક્ટરની સૂચનાથી આજે ગુરુવારે લોધિકાના માખાવડ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે આશરે 100 કરોડની કિંમતની 21 એકર જેટલી ગેરકાયદેસરની જમીન પરના દબાણો હટાવાયા. આ જગ્યા પર જીઆઈડીસી બનાવાશે.

લોધિકામાં 100 કરોડની કિંમતની 21 એકર જમીન પર ફર્યું બુલડોઝર

રાજકોટના લોધિકા તાલુકાના માખાવડ ગામ ખાતે જીઆઈડીસીને ફાળવામાં આવેલી જમીન પર ભૂમાફિયાઓએ દબાણ કર્યું હોવાનું તંત્રને ધ્યાને આવ્યું હતું. જેને લઈને સ્થાનિક તંત્રએ નોટિસ ફાળવી છતાં ગેરકાયદેસર જમીન પચાવીને બેઠેલા શખ્સોએ દબાણ દૂર કર્યું ન હતું. જેમાં મામલતદાર સહિતની તંત્રની ટીમ દબાણ દૂર કરવા પહોંચી ત્યારે સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ પછી જિલ્લા કલેક્ટરની સૂચના હેઠળ આજે ગુરુવારે દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતું. 

આ પણ વાંચો: 76માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં યોજાશે, ધ્વજ વંદનમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત

સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારીએ જણાવ્યું કે, 'માખાવડ ગામ ખાતે સર્વે નંબર 305 પૈકીની જમીન સરકારે જીઆઈડીસી બનાવવા સોંપવામાં આવેલી હતી. પરંતુ અમુક શખ્સોએ જમીન પર કબજો કરીને ત્યાં ખેતી વિષયક સહિતના પ્લોટ બનાવી દીધા. જ્યારે દબાણો દૂર કર્યા બાદ અહી જીઆઈડીસીના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે.'


Google NewsGoogle News