Get The App

૧ કરોડની પેનલ્ટી કરવાને બદલે સોરઠિયાને બ્લેકલિસ્ટ કરી તેનો કોન્ટ્રાક્ટ જ રદ્દ કરવાની માગણી

પૂર્વ ઝોનના લોકોને પાણી સોરઠિયાને લીધે ઓછું મળે છે છતાં શાસકોએ તેની તરફેણ કરીને પાછો કોન્ટ્રાક્ટ પણ લંબાવી આપ્યો

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
૧ કરોડની પેનલ્ટી કરવાને બદલે  સોરઠિયાને બ્લેકલિસ્ટ કરી તેનો કોન્ટ્રાક્ટ જ રદ્દ કરવાની માગણી 1 - image

વડોદરા, તા.1 વડોદરા મ્યુનિ. કોર્પોરેશને કોન્ટ્રાક્ટર વેલજી રત્ના સોરઠિયાએ ૧ કરોડનો દંડ કરવાને બદલે તેને બ્લેક લિસ્ટ કરવા, તેનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવા અને તેની બાકી રહેલી કામગરી તેના જ ખર્ચે અને જોખમે અન્ય કોન્ટ્રાકટર પાસે કરાવવા મ્યુનિ. કમિશનરને રજૂઆત કરાઈ છે.

વેલજી રત્ના સોરઠિયાને દંડ કરવા અંગેની એક દરખાસ્ત તાજેતરમાં સ્થાયી સમિતિમાં મંજૂર કરી છે. 

જે અંગે કોર્પો.ના વિરોધ પક્ષના નેતા ઈજારો રદ કરી બ્લેકલિસ્ટ કવો, તેના કર્ચા અને જોખમે અન્ય ઈજારદાર પાસે કામગીરી કરાવવી, પણ સ્થાયી સમિતિએ તે દરખાસ્ત ગ્રાહ્ય ન રાખી અને બદલામાં મુદ્દત લંબાવી આપી.આ ઠરાવ પણ ખોટો હતો. 

કારણ કે કોઈપણ ઈજારદારને બ્લકલિસ્ટ કરવો કે તેની સામે કોઈ કાર્યવાહી કરવાની થાય તો તેની સત્તા મ્યુ. કમિશનર પાસે છે. 

સ્થાયી સમિતિ સમક્ષ આવવાની જરૃર નથી. સ્થાયી સમિતિ પાસે કોઈપણ ઈજારદારને બ્લેક લિસ્ટ કરવાની સત્તા નથી. 

વર્ષોથી કમિશનર જ કોઈ પણ ઈજારદારો બ્લેકલિસ્ટ કરતા હતા. આ માટે દરખાસ્ત સ્થાયી સમિતિમાં દરખાસ્ત આવતી ન હતી, પરંતુ છેલ્લા ૪ વર્ષોથી દરખાસ્ત લાવવામાં આવે છે, જે કાયદાકીય રીતે ગેરકાયદે છે. 

સ્થાયી સમિતિએ ૧ કરોડ દંડ લેવાનું ઠરાવ્યું છે, પરંતુ ટેન્ડર ક્લોઝમાં પણ પેનલ્ટી લેવાની સત્તા કમિશનર પાસે છે. 




Google NewsGoogle News