Get The App

વડોદરા કોર્પોરેશનના બજેટના 10% રૂપિયા પછાત, ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધા માટે ખર્ચવા માંગ

Updated: Nov 25th, 2021


Google News
Google News
વડોદરા કોર્પોરેશનના બજેટના 10% રૂપિયા પછાત, ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધા  માટે ખર્ચવા માંગ 1 - image


ગાજરાવાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના ડ્રેનેજ અને પાણીના કામ નહી થતા સરકાર માં રજૂઆત

વડોદરા: વડોદરા શહેરના ગાજરાવાડી સુએજ પંપિંગ સ્ટેશન પાછળ આવેલા વિસ્તારોમાં ડ્રેનેજ અને પાણીની સુવિધા નહીં હોવાથી લોકો ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ મુદ્દે કોઈ કામગીરી નહી થતા સરકાર સુધી રજૂઆત કરવામાં આવી છે. વિરોધ પક્ષ કોંગ્રેસના પૂર્વ નેતા એ આ અંગે કમિશનરને લેખિતમાં જણાવ્યું છે કે ગાજરાવાડી સુએજ પંપિંગ સ્ટેશન ની પાછળ આવેલા વિશ્વકર્મા નગર તથા દશામાં મંદિરની પાછળની વસાહતમાં ડ્રેનેજ અને પાણીની કોઇ સુવિધા નથી ,જેના કારણે લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરે છે. આ વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની સગવડ ઊભી થાય તે માટે છેલ્લા એક વર્ષથી લડત ચાલુ છે. કામગીરી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવન્યુ કેપિટલ બજેટમાં કામ મૂકેલું હોવા છતાં તેના પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી. સરકારની પણ સ્પષ્ટ ગાઈડ લાઈન છે તે મુજબ શહેરના પછાત ,ગરીબ અને ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોને રોડ, રસ્તા ,સ્વાસ્થ્ય, ડ્રેનેજ, પાણી અને સ્ટ્રીટ લાઇટની સારી સુવિધા મળી રહે તે માટે કોર્પોરેશનના બજેટના 10% પૈસા આવા વિસ્તારોમાં વાપરવા.  જો એ પૈસા જે તે વર્ષના બજેટમાં ન વપરાય તો પછીના વર્ષમાં કેરી ફોરવર્ડ કરીને તેનો ઉપયોગ કરવો ,આમ છતાં ડ્રેનેજ અને પાણીની સુવિધા આ વિસ્તારમાં થાય તે માટે અધિકારીઓ ફાઈલ તૈયાર કરતા નથી તેવો આક્ષેપ કર્યો હતો. રેવન્યુ કેપિટલ બજેટમાં આ કામ મૂકેલું હોવા છતાં અને એક વર્ષથી કામ મંજૂર થયું તોપણ તે અંગે કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. જેથી મુખ્યમંત્રી અને શહેરી વિકાસ વિભાગના મંત્રીને રજૂઆત કરવામાં આવી છે .આ વિસ્તારમાં કોર્પોરેશનનું સ્લોટર હાઉસ આવેલું છે જ્યાં મૃત જાનવરોની ચીરફાડ કરવામાં આવે છે ,અને ગંદુ પાણી ટ્રીટમેન્ટ કર્યા વિના સીધું રૂપારેલ કાસમાં છોડી દેવામાં આવે છે, જેના કારણે વિસ્તારમાં ખૂબ જ દુર્ગંધ ફેલાઈ રહી છે .સરકારે કરેલી ખાસ જોગવાઈ મુજબ અહીં ડ્રેનેજ અને પાણીની લાઈનની સુવિધા તાત્કાલિક થાય તે જરૂરી છે.

Tags :
Vadodara-Corporation-BudgetBasic-Amenities

Google News
Google News