વડોદરામાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરવા અને દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન સામાન જપ્ત નહીં કરવા માગ
Vadodara Corporation : વડોદરા શહેરમાં લારી ગલ્લા પથારા ગેરકાયદે લગાવતા હોવાથી પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ વખતે આવા ગેરકાયદે દબાણો હટાવી માલ સામાન કબજે લેવામાં આવે છે ત્યારે સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો અમલ કરવા અને કબજે કરાયેલા લારી ગલ્લા કોઈ પણ જાતની દંડની કાર્યવાહી વિના પરત આપવામાં આવે એવી માંગ સાથે અપાયેલા અગાઉ આવેદનપત્ર બાબતે રજૂઆત કરવા એક ડેલિવેશન દ્વારા મ્યુ. કમિશનરને આજે રજૂઆત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે શહેરમાં ઠેર-ઠેર થતા લારી ગલ્લાના દબાણો પાલિકા તંત્ર દ્વારા કબજે કરવામાં આવે છે ત્યારબાદ તે અંગે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવે છે. જ્યારે બીજી બાજુ કુટુંબ પરિવારના ભરણપોષણ અંગે વેપાર ધંધો કરવો જરૂરી છે જે અંગે પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશમાં કબજે કરવામાં આવેલા કોઈપણ જાતની દંડની કાર્યવાહી નહીં કરવા અને સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો અમલ કરવા સહિત લારી ગલ્લા ધારકોને લાયસન્સ આપવા જેવી બાબતોની માંગ સાથે કમિશનર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે અંગે મ્યુ. કમિશનર સાથે ચર્ચા વિચારણા બાબતે આજે રૂબરૂ મળી ડેલીગેશને વાતચીત કરી હતી.