Get The App

વડોદરા શહેરમાં ઐતિહાસિક ઇમારતોની આસપાસ ડી.જે. વગાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાની માગ

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
વડોદરા શહેરમાં ઐતિહાસિક ઇમારતોની આસપાસ ડી.જે. વગાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાની માગ 1 - image


Vadodara : વડોદરા શહેરમાં ઐતિહાસિક ધરોહરને જાળવવા માટે હાલ તેમના અસ્તિત્વને ટકાવવું જરૂરી છે ત્યારે ડીજે વગાડવાના અને ફટાકડા ફોડવાના કારણે ઐતિહાસિક ધરોહરને નુકસાન થઈ રહ્યું છે. હાલમાં જ વડોદરા શહેર માંડવીના ઐતિહાસિક દરવાજાને નુકસાન જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ વડોદરા શહેરની અનેક ઐતિહાસિક પોપડા ખરી રહ્યા છે.

ઐતિહાસિક ઇમારતોની આજુબાજુથી પસાર થતાં ડીજે અને ફટાકડા ફોડવાથી ઐતિહાસિક ઇમારતોને નુકસાન થઈ રહ્યું છે ત્યારે વડોદરા શહેરની અનેક ઐતિહાસિક ઇમારતોને જાળવણી કરવા પાલિકા તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા ઐતિહાસિક ઇમારતોની આજુબાજુથી પસાર થતા ડીજે વગાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવે તે માટે શહેર પોલીસ કમિશનને રજૂઆત કરવામાં આવી હતી.

Tags :