વડોદરા શહેરમાં અનેક સોસાયટીઓમાં પુર બાદ લોકોને સહાય નહીં મળતા વિજિલન્સ તપાસની માંગણી
Flood in Vadodara : વડોદરા શહેરમાં વિશ્વામીત્રીના પૂરના પાણીના કારણે થયેલ નુકશાનની સહાય માટેનો સર્વે કેટલીક સોસોસાયટીમાં થયેલ ન હોય અને સહાય પણ મળેલ ન હોય આ બાબતે સતવરે તપાસ કરાવી સોસાયટીઓને સર્વેની કામગીરી કરી અને જરૂરી સહાય અંગે સોસાયટીના રહીશો દ્વારા ગાંધીનગર વિજીલન્સ કચેરીને રજૂઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે, વર્ષ 2024ના ઓગષ્ટ માસમાં જન્માષ્ટ્રમીના દિવસે વિશ્વામિત્રીના પૂરના પાણી શહેરમાં અને ધોધમાર વરસાદ થયો હતો તે પાણી ઓવરફલો થતા જય અંબે સોસાયટી ,લક્ષ્મીનારાયણ સોસાયટી, રાજનગર સોસાયટી, લકુલેશ સોસાયટી, કાર્તિકેય વિભાગ-2 સહીતની સોસાયટીમાં પૂરના પાણી ઘરોમાં તથા દુકાનોમાં પ્રવેશી જતા પારાવાર નુકશાન થયેલ હતુ. તેમજ રસ્તાઓ પર પૂરના પાણી ભરાઇ જવાને કારણે પણ લોકોના ઘરોમાં નુકશાન થયેલ છે. જેતે સમયે વાસણા વિસ્તારમાં ચોક્કસ સોસાયટીમાં જ પૂર સહાયની સર્વેની કામગીરી કરાવી સહાય ચુકવી દિધેલ છે. પરંતુ આજ દિન સુધી આ સોસાયટીમાં સહાય સર્વેની કોઇ કામગીરી થયેલ નથી અને સહાય પણ મળેલ નથી. જેથી આ બાબતે સતવરે તપાસ કરાવી સોસાયટીઓને સર્વેની કામગીરી કરી અને જરૂરી સહાય મળે તે અંગે વિનંતી છે. સાથે મુખ્યમંત્રી, વડોદરા કલેકટર, સાંસદ, મ્યુનીસીપલ કમીશનર, ધારાસભ્ય ચૈતન્ય દેસાઇનું પણ ધ્યાન દોર્યું છે.